સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં નથી છતાં તેમના પ્રત્યે ચાહકોનો પ્રેમ ઓછો થયો નથી. આ કારણે ફ્લિપકાર્ટ પર ચાહકોનો ગુસ્સો ફુટ્યો છે. ખરેખરમાં ફ્લિપકાર્ટમાં વેચાતી ટી-શર્ટમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીર ડિપ્રેશન સાથે જોડાયેલી છે, જે ચાહકોને પસંદ નથી આવી રહી. ફ્લિપકાર્ટ પર ગોળાકાર ગળા સાથે સફેદ રંગની ટી-શર્ટ પર સુશાંત સિંહ રાજપૂતની તસવીર છપાયેલી છે, જેમાં લખ્યું છે, ‘ડિપ્રેશન ડૂબવા જેવું છે’.
સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ સોશિયલ મીડિયા પર કહે છે કે તેમનો ફેવરિટ સ્ટાર ડિપ્રેશનનો દર્દી નથી પરંતુ ‘બોલીવુડ માફિયા’નો શિકાર બન્યો છે. આ પછી ‘બાયકોટ ફ્લિપકાર્ટ’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ વિવાદ વધી રહ્યો છે. લોકો પણ ફ્લિપકાર્ટ વિરુદ્ધ FIR નોંધાવી રહ્યા છે. ઘણા લોકોએ ઈ-કોમર્સ કંપનીને ખોટા મેસેજ ફેલાવવા બદલ નોટિસ પણ મોકલી છે.
આના પર લોકો કંપનીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે, ‘એક સામાન્ય અને જવાબદાર નાગરિક તરીકે હું આજે રાત્રે ફ્લિપકાર્ટને નોટિસ મોકલીશ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘સુશાંતના દર્દનાક મૃત્યુના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો નથી. અમે ન્યાય માટે અમારો અવાજ ઉઠાવતા રહીશું. ફ્લિપકાર્ટને આ જઘન્ય અપરાધ માટે શરમ આવવી જોઈએ અને માફી માંગવી જોઈએ અને વચન આપવું જોઈએ કે આવું ફરી ક્યારેય નહીં થાય.
સુશાંત 14 જૂન 2020 ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે. સુશાંત સિંહે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે પાછું વળીને જોયું નથી અને ફિલ્મોમાં સક્રિય થઈ ગયો. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચારે સૌને હચમચાવી દીધા હતા. કોઈ માની શકે નહીં કે અભિનેતા હવે નથી. બોલિવૂડમાં સાત વર્ષની સફરમાં સુશાંત સિંહ રાજપૂતે ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘છિછોરે’ જેવી સુપરહિટ ફિલ્મો આપી. તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ (2020) હતી અને તે તેમના મૃત્યુના લગભગ એક મહિના પછી ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી.