સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, IMDB પર અત્યાર સુધીની હાઈએસ્ટ રેટિંગ મળ્યા

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ (Dil Bechara) 24 જૂલાઇનાં રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે અને ફિલ્મને લઇને તેનાં ફેન્સમાં ભારે ક્રેઝ જોવા પણ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ છવાઈ ગઈ છે જ્યારે લોકોપણ એકબીજા સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છે.

IMBDનું સર્વર ક્રેશ થવાની રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ને દર્શકોને ભરપૂર પ્રેમ મળ્યો. ફિલ્મનું સ્ટ્રીમિંગ શરૂ થયાના 2 કલાકની અંદર જ હોટસ્ટાર ક્રેશ થવાની ખબર આવવા લાગી. જ્યારે તેની IMDB રેટિંગ્સને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા. આટલું જ નહીં ફિલ્મ જોઈને લોકો ધડાધડ વોટ કરી રહ્યા હતા તો IMDB સર્વર પણ ક્રેશ થવાની ખબર આવી. એક યુઝરે ટ્વીટ કર્યું કે આવું કદાચ પહેલીવાર થયું છે. ફિલ્મને આટલો પ્રેમ મળી રહ્યો છે, આ વચ્ચે ફેન્સ પણ એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે કાશ સુશાંત આ બધું જોવા માટે જીવતો હોત.

ફિલ્મ રિલીઝ બાદ તેની IMDB રેટિંગ્સ રાત્રે 11 વાગ્યા બાદ 10/10 બતાવાઈ રહી હતી, જે રેકોર્ડ છે. જોકે હવે તેની રેટિંગ્સ ઘટાડીને 9.8 બતાવવામાં આવી છે. જોકે આ હજુ પણ ટોપ રેટિંગ્સ છે.

ફિલ્મના ડિરેક્ટર તથા સુશાંતના મિત્ર મુકેશ છાબરાએ ફિલ્મ તથા એક્ટર અંગે વાત કરી હતી. મુકેશ છાબરાએ કહ્યું હતું કે આ અનુભવ તેમના માટે મીઠો તથા કડવો છે અને સુશાંતની અંતિમ ફિલ્મ હોવાને કારણે તે આ ખુશીઓ સેલિબ્રેટ કરવા ઈચ્છતા નથી.

વાતચીતમાં છાબરાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે મારી માનસિક સ્થિતિ શું છે. આ એક મિશ્રિત લાગણી છે. કડવી અને મીઠી એમ બે પ્રકારની લાગણી છે. ચાહકોની પ્રતિક્રિયા બહુ જ સારી છે. સુશાંત માટે તેમનો પ્રેમ બહુ જ વધારે છે પરંતુ મને આ બધું વિચિત્ર લાગે છે.’

વધુમાં મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘મારા જીવનનું આ સૌથી મોટું પરિવર્તન છે. હું મારી પહેલી ફિલ્મને લઈ ખુશ નથી. હું આ ખુશીઓ સેલિબ્રેટ કરવા માગતો નથી, કારણ કે આ સુશાંતની અંતિમ ફિલ્મ છે. પહેલી ફિલ્મને લઈ વ્યક્તિ ખુશ હોય છે અને તેનામાં ઘણો જ ઉત્સાહ હોય છે પરંતુ મારા માટે આ એકદમ અલગ અનુભવ છે.’

‘આ બહુ જ વિચિત્ર લાગણી છે. હું આ અંગે વિચારતો રહું છું. હું ઈચ્છું છે કે લોકો સુશાંતની પોઝિટિવિટીમાંથી પ્રેરણા લે અને ખુશ રહે.’ ઉલ્લેખનીય છે કે કાસ્ટિંગ ડિરેક્ટરમાંથી ડિરેક્ટર બનનાર મુકેશ છાબરાની ‘દિલ બેચારા’ માટે સુશાંતે તરત જ હા પાડી દીધી હતી. સુશાંતે સ્ક્રિપ્ટ પણ વાંચી નહોતી. 2013 માં ફિલ્મ ‘કાઈ પો છે’ દરમિયાન મુકેશ છાબરા તથા સુશાંત વચ્ચે મિત્રતા થઈ હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here