કુસ્તીબાજ સુશીલ કુમારની સ્પેશિયલ સેલે કરી ધરપકડ, હત્યાનો છે આરોપ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ (પહેલવાન) સાગર ધનખડની હત્યાના મામલે છેલ્લા ઘણા દિવસોથી ફરાર રહેલા ઓલિમ્પિક ચંદ્રક (પદક) વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર (Sushil Kumar) ને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે સ્પેશિયલ સેલે સુશીલ અને તેના સાથી અજયને મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. અજય છત્રસાલ સ્ટેડિયમમાં જ સ્પોર્ટ્સ ટીચર છે. બંને સાગરની હત્યામાં આરોપી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બંને મુંડકા પાસે સ્કૂટીથી ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે બાતમના આધારે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી લીધી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક દિવસ પહેલા સુશીલ કુમારનું છેલ્લું લોકેશન પંજાબના બથિંડામાં ટ્રેસ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવા માટે પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી હતી અને તે કુસ્તીબાજને પકડવા હરિયાણા અને પંજાબના ઘણા ભાગોમાં દરોડા પાડતી હતી.

આ પહેલા દિલ્હીની એક કોર્ટે સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરવા માટે માહિતી આપનારને એક લાખ રૂપિયા અને તેના સહયોગી અજય કુમારની ધરપકડ કરવા માટે 50 હજાર રૂપિયાના ઇનામ ની પણ જાહેરાત કરી હતી.

આ હતો સમગ્ર મામલો

દિલ્હી પોલીસને 4 મેના રોજ રાત્રે 12 વાગ્યે છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ (પહેલવાનો) વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર મળ્યા હતા. ઝઘડામાં ઈજાગ્રસ્ત થનાર સાગરને બીજેઆરએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની હાલત બગડતી જોઈને તેને ટ્રોમા સેન્ટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં સુશીલ કુમાર, અજય, પ્રિન્સ, સોનુ, સાગર, અમિત અને અન્ય લોકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. મૃતક સાગર ને 97 કિલોગ્રામ ગ્રીકો-રોમન કેટેગરી (શ્રેણી) માં પ્રતિસ્પર્ધા કરી હતી અને તે એક ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન અને વરિષ્ઠ રાષ્ટ્રીય શિબિરનો ભાગ હતો.

Scroll to Top