રાજસ્થાનમાં એક સાથે 87 જજોની બદલી કરી દેવામાં આવી છે. બદલી કરાયેલા જજોમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરનારા જોધપુર સેસન્સ કોર્ટના જજ રવિંદર કુમાર જોશી પણ સામેલ છે. તેમને સિરોહી મોકલી આપવામાં આવ્યા છે. જોધપુર સેસન્સ કોર્ટના નવા જજ હવે ચંદ્રકુમાર સોંગરા હશે.
આ બદલીમાં એ જજ પણ સામેલ છે કે જેમણે કાલે સવારે સલમાનની જામીન અરજી પર સુનાવણી કરી, ભીલવાડાના ચંદ્રકુમાર સોનગરાની જોષીના સ્થાને નિમણૂક થઈ છે. રાજસ્થાનમાં કુલ 87 જજોની સાગમટે બદલી કરાઈ છે.
સલમાનના વકીલે અભિનેતાને જામીન આપી દેવા અનેકવાર વિનંતી કરી પરંતુ જજે સ્પષ્ટ કહી દીધું કે પહેલા આખો કેસ સમજીશું પછી વિચારીશું. શનિવારે સુનાવણી જારી રહેશે. જિલ્લા અને સેશન જજ ગ્રામીણ રવીન્દ્રકુમાર જોશીએ શનિવારે જ ફેંસલો સંભળાવવાની વાત પણ કરી છે.
સલમાનના વકીલ મહેશ બોડાએ આક્ષેપ કર્યો છે કે તેમને કેસ છોડવા ધમકી અપાઇ રહી છે. ગુરુવારની રાતથી જ ધમકીભર્યા ફોન-મેસેજ આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગેંગસ્ટર રવિ પૂજારીએ મારી નાખવાની ધમકી આપ્યાનો બોડાએ આક્ષેપ કર્યો છે.
સલમાન ખાનને જોધપુરમાં કંકાણીમાં 1998માં બે કાળિયારના શિકાર કરવાના ગુનામાં સીજીએમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે.
જો આ બ્રાન્ડનો પાનમસાલો ખાતા હશો તો લાગશે ચોક્કસ આંચકો, જાણો કારણ…