ક્રૂરતાની હદ વટાવાઈ: ઘરમાં સુતેલા યુવકનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાસી છુટ્યા હુમલાખોરો

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું ગુપ્તાંગ કાપી નાખવા આવતા ચકચાર મચ્યો છે. આ ઘટનામાં એક યુવક સાથે ક્રૂરતાની હદ વટાવવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મજેરા પારા ગામમાં રવિવારના અજાણ્યા હુમલાખોરો દ્વારા એક 20 વર્ષના યુવકનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારના બનેલી આ ઘટનાની લોકોને ત્યારે જાણ થઈ જ્યારે યુવક દુખાવાને કારણે બૂમો પાડવા લાગ્યો. તેની સાથે યુવકના પરિવાર અને પડોશીઓ ત્યાં પહોંચ્યા તો તેમને જોયું કે યુવક બૂમો પાડી રહ્યો છે અને આજુબાજુ લોહી જોવા મળી રહ્યું છે. યુવકના પરિવાર દ્વારા ત્યાર બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

જ્યારે ઘટનાની જાણ થતા હ મૌરાવાં પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકની ગંભીર પરીસ્થિતિને જોતા તેને લખનૌમાં ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના તે સમયે બની જ્યારે સૂરજ નામનો યુવક પોતાના ઘરની ઓસરીમાં સુઈ રહ્યો હતો.

આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે, હુમલાખોરો દ્વારા પહેલા સૂરજ પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો અને બાદમાં તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લીધે સમગ્ર પંથકમાં હાહાકાર સર્જાઈ ગયો છે. કેટલાક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટના પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાખોરોને શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુવકની હાલત ખુબ જ નાજુક રહેલી છે.

Scroll to Top