સિમ્પ્ટોમેટિક દર્દીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત, રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ટેસ્ટ ફરજિયાત

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના પગલે કેન્દ્રની ટીમે કરેલા સૂચનો મુજબ રાજ્યના આરોગ્ય વિભાગના દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જે પ્રમાણે હવે રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT) નેગેટવિ હશે તેવો સિમ્પ્ટોમેટિક દર્દીઓનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવાનો રહેશે.

જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટે રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા કોરોના વાયરસ માટે નકારાત્મક પરીક્ષણ કરનારા સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે RTPCR પરીક્ષણોની ફરજિયાત અરજીને ફગાવી દીધી હતી. ત્યારથી રાજ્ય સરકારે તેને પોલિસી તરીકે સ્વીકાર્યું હતું અને સંક્રમણને કાબૂમાં લેવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના સૂચનને પાલન કરવાનો ર્નિણય કર્યો હતો.

શુક્રવારે, હાઈકોર્ટે એડવોકેટ કે.આર.કોષ્ઠી દ્વારા દાખલ કરેલી પીઆઈએલને નકારી કાઢી હતી, જેમણે ICMR માર્ગદર્શિકા લાગુ કરવાની માંગ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, રેપિડ ટેસ્ટ માટે નકારાત્મક પરીક્ષણ કરનારા કોવિડ -૧૯ શંકાસ્પદ દર્દીઓએ RTPCR ટેસ્ટ કરાવવો જ જોઇએ, અરજદાર-એડવોકેટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરીક્ષણ માટે ગોઠવાયેલા કિઓસ્કમાં આરટીપીઆર પરીક્ષણો માટે કોઈ વિકલ્પ નથી, એડવોકેટ જનરલે આ વાતનો ઇનકાર કર્યો હતો અને રજૂઆત કરી હતી કે પરીક્ષણ સંબંધિત રાજ્ય દ્વારા આઇસીએમઆર માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને તેનો રેપિડ અને RTPCR બંને ટેસ્ટ નેગેટિવ હોય તો તેને સીઝનલ ફ્લૂ (સ્વાઈન ફ્લૂ) નો ટેસ્ટ કરાવાનો રહેશે.

આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ આરોગ્ય અધિકારીઓ માટે જારી કરેલી સૂચના મુજબ પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેક્ટમાં હોય તેવા વ્યક્તિઓના પાંચથી સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના રહેશે. તે પૈકી સિમ્પ્ટોમેટિક હોય તેવા દર્દીઓને તાત્કાલિક ટેસ્ટ કરવાના રહેશે. પોઝિટિવ દર્દીઓના હાઈરિસ્ક કોન્ટેક્ટને ક્વોરેન્ટાઈનમાં રાખીને ગાઈડલાઈન મુજબ મોનિટરિંગ કરવાનું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top