T20 world cup 2024: ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી આ નાના સ્કોરવાળી અને રોમાંચક મેચમાં ભારતે મેજબાન અમેરિકાને 7 વિકેટે હરાવી દીધા છે. આવી જ રીતે સતત ત્રીજી વાર જીત સાથે ટીમ ઈંડિયાએ આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ટીમ ઈંડિયાની જીતના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રહ્યો, જેણે 4 વિકેટ લીને અમેરિકાને ફક્ત 110 રન પર રોકી દીધા હતા. બાદમાં શરુઆતી ઝટકા બાદ સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ્સ રમતા ટીમ ઈંડિયાએ 19 ઓવરમાં આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.
નૈસો કાઉંટી સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપની છેલ્લી મેચ હતી અને આ વખતે પણ પિચ અને મેદાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. ફરી એક વાર બંને ટીમો તરફથી બોલરનો જલવો જોવા મળ્યો. આખરે અર્શદીપ સિંહે રેકોર્ડ સ્પેલ અને સૂર્યકુમાર યાદવની આ વર્લ્ડ કપમાં પ્રથમ ફિફ્ટીના દમ પર ટીમ ઈંડિયાએ અમેરિકાને વધું એક ઉલટફેર કરતા રોકી દીધા. આ પરિણામ બાદ પાકિસ્તાનનું સુપર 8માં પહોંચવાની આશા યથાવત છે, પણ અમેરિકા હજુ પણ સારી સ્થિતિમાં છે.
અર્શદીપે USAએ રહેંસી નાખ્યું
આ મેચમાં બેને ટીમોના ડાબેરી ફાસ્ટ બોલરે શરુઆતી ઝટકા આપ્યા. પહેલા આ કામ ટીમ ઈંડિયાના પેસર અર્શદીપ સિંહે કર્યું. તેણે ઈનિંગ્સના પહેલા બોલ પર ઓપનર શાયન જહાંગીરને આઉટ કરાવ્યો. બાદમા આ ઓવરના છેલ્લા બોલ પર એંડ્રી ગાઉસને પણ પવેલિયન મોકલી દીધો. ત્યાર બાદ તો રન પર બ્રેક લાગી ગયો અને અમેરિકા સંઘર્ષ કરવા લાગી. તેમને મોટો ઝટકો લાગ્યો 8મી ઓવરમાં જ્યારે હાર્દિક પંડ્યાએ તેના કપ્તાન અને સ્ટાર બેટ્સમેન એરન જોંસને પવેલિયન મોકલી દીધો.