Updates

ભૂકંપથી હચમચી ગયું તાઇવાન, ચારે તરફ તબાહી, 24 કલાકમાં 100 આંચકા

તાઈપેઃ તાઈવાનમાં તીવ્ર ભૂકંપના આંચકાએ તબાહી મચાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 100 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા સતત વધી રહી છે. શનિવારે જ્યારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તો રવિવારે તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર યુજિંગ પ્રાંત હોવાનું કહેવાય છે. અહીં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. 11થી વધુ ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. આ સાથે સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

ભૂકંપના વધુ આંચકા અનુભવાય તેવી આશંકા છે. સત્તાવાર રીતે સરકાર કંઈ કહેવાની સ્થિતિમાં નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભૂકંપના કેન્દ્રની નજીક આવેલી બે માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. રાજધાની તાઈપેઈના ટાપુના ઉત્તરીય છેડે આંચકા અનુભવાયા હતા. સુનામી એલર્ટ બાદ દેશમાં ખતરો વધુ વધી ગયો છે. જો સુનામી આવે છે, તો તે જાપાન સુધી ભારે વિનાશ લાવી શકે છે. જણાવી દઈએ કે તાઈવાનની તાઈતુંગ કાઉન્ટીમાં શનિવારે રાત્રે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારથી આંચકા અનુભવાઈ રહ્યા છે.

આ સાથે જ તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ પણ સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં દરિયામાં 1 મીટર (3 ફૂટ) ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, સુનામીના પ્રારંભિક મોજાઓ સાંજે 4:10 વાગ્યે તાઈવાનથી લગભગ 110 કિલોમીટર (70 માઈલ) પૂર્વમાં જાપાનના સૌથી પશ્ચિમી ટાપુ યોનાગુની દ્વીપ સુધી પહોંચવાની અપેક્ષા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker