ઘાટ્ટા અને કાળા વાળ સુંદરતાનું પ્રતીક છે. પરંતુ ચોમાસાની સીઝનમાં મહિલા હોય કે પુરુષ બધાને વાળ ખરવાની ફરિયાદ હોય છે. મહિલાઓમાં સુંદર વાળ મેળવવાની મહેચ્છા ખુબ જ હોય છે, પછી ભલે ઓફીસ જતી મહિલા હોય કે ઘર સંભાળતી હાઉસ વાઈફ. પરંતુ બદલાતી ઋતુને લીધે વાળ નબળા તેમજ બેજાન થઇ જાય છે. તો આજે અમે તમને જણાવીશું સ્વસ્થ અને મજબૂત કાળા વાળ કઈ રીતે મેળવવા. જાણી લો આ સિક્રેટ ટિપ્સ….
– જો વરસાદમાં વાળ ભીના થઇ જાય તો ઘરે આવીને તરત જ શેમ્પૂ કરો. વારસદના પાણીથી સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે. તમે ઈચ્છો તો વોટરપ્રૂફ હૂડીઝ પહેરીને બહાર જાઓ.
– બિયર વાળમાં શ્રેષ્ઠ કંડીશનર તરીકે કામ કરે છે. વાળમાં બિયર લગાવો અને કેટલીક વાર પછી પાણી વડે ધોઈ લો.
– શિકાકાઈ પાઉડરને પાકેલા ચોખાના પાણીમાં મિક્સ કરીને વાળ ધોઈ લો. તેનાથી વાળની ચમક સાથે સાથે મજબૂતી પણ મળશે.
– એરંડીયુ, ૧ ચમચી નાળિયેર અને સરસવનું તેલ લઈને સ્કેલ્પ પર મસાજ કરો. સવારે હુંફાળા પાણી વડે વાળ ધોઈ લો.
– ઓલીવ ઓઈલમાં લીંબુનો રસ અને નાળીયેર તેલ ભેળવીને ગરમ કરીને વાળમાં લગાવો. ઓછામાં ઓછી ૧૫ મિનીટ સુધી ગરમ ટોવેલ લપેટીને રાખો, ત્યારબાદ શેમ્પૂ કરી લો. બે ભાગનાં નાળીયેર તેલમાં એક ભાગ લીંબુનો રસ ભેળવીને વાળના મૂળમાં મસાજ કરો. પછી તેને ૩-૪ કલાક બાદ હુંફાળા પાણી વડે ધોઈલો.
-અઠવાડિયામાં એક દિવસ બદામ તેલ અને આમળાંનાં તેલને મિક્સ કરીને આંગળીઓના ટેરવા વડે વાળનાં મૂળમાં લગાવો.
– વરસાદમાં ઘણી વખત ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે, જેનાથી સ્કેલ્પમાં ખંજવાળ થવા લાગે છે. તંદુરસ્ત સ્કેલ્પ તેમજ ડેન્ડ્રફને દૂર રાખવા માટે લીમડાના તેલથી મસાજ કરો.