જો જો છેતરાઈ ન જતાં, ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ બાબતો જરુંર ધ્યાનમાં રાખો

છેલ્લા કેટલાક સમયમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણી બનાવટી વેબસાઇટ્સ ઓછી કિંમતે ઉત્પાદનોની યાદી બતાવીને ગ્રાહકોને છેતરે છે. આ યાદીમાં મોબાઇલથી લઈને અન્ય ઉત્પાદનો પણ સામેલ છે. આ કારણે ખરીદદારો ઓનલાઇન ટ્રેપમાં ફસાઈ જાય છે.

તહેવારોની મોસમમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ઘણા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સેલમાં સ્માર્ટફોન, ગેજેટ અને અન્ય વસ્તુઓ ઓછી કિંમતે વેચાય છે. ઓનલાઇન શોપિંગ તમારો માત્ર સમય બચાવે છે એટલું જ નહીં પરંતુ ડિસ્કાઉન્ટ સાથે તમારા ઘણા પૈસા પણ બચાવી શકે છે. આ કારણે ઓનલાઇન ખરીદદારો ને પણ છેતરપિંડી કરનારાઓ નિશાન બનાવે છે. ઘણા ગ્રાહકો આ છેતરપિંડી સાઇટ્સમાં ફસાઈને તેમના પૈસા વેડફે છે. કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે ઓનલાઇન શોપિંગ કૌભાંડોથી બચી શકો છો.

કેશ ઓન ડિલિવરી: ઓનલાઇન ખરીદી કરતી વખતે કેશ ઓન ડિલિવરી ના વિકલ્પનો ઉપયોગ કરો. ઓનલાઇન ચુકવણી ન કરવાથી તમારા પૈસા બેંકમાં સુરક્ષિત રહેશે.

વિડિયો રેકોર્ડીંગ: જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ ખોલો છો, ત્યારે તમારે તેનો વીડિયો પણ રેકોર્ડ કરવો જોઇએ. જો કોઈ પ્રોડક્ટ ખરાબ હોય, તો તમે પુરાવા તરીકે વિડિઓ રેકોર્ડિંગ બતાવી શકો છો અને રિફંડ પણ માંગી શકો છો.

યુઆરએલ ચકાસો: નકલી વેબસાઇટનું યુઆરએલ એકદમ અલગ દેખાશે અને આસાનીથી શોધી શકાય છે. તમે તેને બ્રાઉઝરના એડ્રૈસ બારમાં જોઈ શકો છો.

કાર્ડની વિગતો સેવ કરશો નહિં: ઘણા લોકો ઓનલાઇન ખરીદી કરતી વખતે સાઇટ પર કાર્ડની વિગતો સેવ કરે છે. જો કે, જ્યાં સુધી સીવીવી અથવા પાસવર્ડ ની જાણ ન થાય ત્યાં સુધી તેનો દુરુપયોગ કરી શકાતો નથી. પરંતુ સાવચેતી તરીકે તેને સેવ કરશો નહીં.

Scroll to Top