તલાક આપ્યા બાદ પણ સંતોષ ન મળતા યુવકે પત્નીનો જ અંગતપળોનો વિડીયો કરી દીધો વાયરલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજસ્થાનના ભરતપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીથી તલાક લીધા બાદ તેનો નગ્ન વિડીયો વાયરલ કરી દીધો છે. જેના કારણે તેમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે આ કિસ્સો ચર્ચાઓમાં આવી ગયો છે.

રાજસ્થાનના ભરતપુરમાં એક યુવક દ્વારા પત્નીને ત્રિપલ તલાક આપ્યા બાદ શરમજનક હરકત કરી છે. આરોપી યુવક કઠવાડા પોલીસ સ્ટેશન વિસ્તારથી સામે આવ્યો છે. તેનું નામ આઝાદ રહેલું છે. પ્રાપ્ત માહિતી મુજબ, નીમલા ગામના રહેવાસી દ્વારા તેની પત્નીનો નગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે. વિડીયો વાયરલ થયા બાદ યુવતીના પિતા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પિતાની ફરિયાદ બાદ આરોપી યુવક આઝાદ અને તેના પિતા આસ મોહમ્મદની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, આરોપી આઝાદ દહેજની માંગણી માટે રોજ તેની પત્નીને ઢોર માર મારતો હતો. તેના કારણે પીડિતાના પિતાએ મહિલાના પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેના પછી આરોપી આઝાદમાં સુધારો આવ્યો નહીં, તેને પત્નીને ત્રિપલ તલાક આપ્યો અને બદલો લેવાની ભાવનામાં તેનો નગ્ન વિડીયો પણ વાયરલ કરી દીધો હતો.

આ બાબતમાં ફરિયાદી વ્યક્તિની બે દીકરીઓના લગ્ન નીમલામાં રહેનાર બે ભાઈઓ સાથે કરવામાં આવ્યા હતા. તેમ છતાં લગ્ન બાદ આઝાદ દહેજની માંગણી માટે તેની પત્ની અને સસરાને માર આપતો હતો. આ સિવાય આરોપી પતિ તેની પત્ની જ્યારે નહાતી હતી ત્યારે તેનો નગ્ન વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. તેના પછી તેણે પત્નીના બધા નગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યા છે. જેના કારણે આ ઘટના ખુબ ચર્ચામાં આવી છે.

નોંધનીય છે કે, ફરિયાદ દાખલ કર્યા બાદ કૈથવારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પતિ અને સસરાની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં છે. જિલ્લા પોલીસ અધિક્ષક દેવેન્દ્ર કુમાર બિશ્નોઈ દ્વારા જણાવવામાં આવ્યું છે, એક વ્યક્તિની બે પુત્રીઓના લગ્ન બે ભાઈઓ સાથે થયેલા હતા. પરંતુ એક પતિ તેની પત્નીને ઢોર મારતો હતો. જ્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે બની તેણે યુવતીનો વિડીયો વાયરલ કરી દીધો હતો. યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોધાવ્યા બાદ પોલીસ દ્વારા પતિ અને સસરાની ધરપકડ કરી લેવાઈ હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો