36 સેકન્ડનો વીડિયો… રસ્તા પર બેસી બતાવ્યું એવું ટેલેન્ટ, જોવા માટે ભીડ થઇ એકઠી

ચિલ્ડ્રન ટેલેન્ટ શોમાં તમે બાળકોની એકથી વધુ અદ્દભુત કલા જોઈ હશે. આ વીડિયોમાં જોવા મળેલી બાળકની કળા જોઈને તમે પણ ચોંકી જશો. આજકાલ નાના બાળકો નૃત્ય અને ગાવામાં અદ્ભુત પ્રદર્શન કરે છે. પરંતુ કેટલાક બાળકો સંગીતનાં સાધનો પર પણ હાથ અજમાવતા હોય છે.

શેરીમાં ભીડ એકઠી થઈ

કંઈ કરવાની ઈચ્છા હોય તો રસ્તો પણ મળી જાય છે. આ વીડિયોમાં એક બાળક પોતાની પ્રતિભાથી રસ્તા પરથી પસાર થતા લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ બાળકને રસ્તા પર બેસીને ડ્રમ બીટિંગ કરતા જોઈ શકાય છે, પરંતુ તેની સ્ટાઈલ થોડી અલગ છે. સૌથી પહેલા તો તમારે આ વીડિયો પણ જોવો જોઈએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

આ બાળકે ડ્રમ બનાવવા માટે પ્લાસ્ટિકના બોક્સનો ઉપયોગ કર્યો છે. તે પોતાની કળામાં એટલો નિપુણ છે કે બાળક ડ્રમ નહીં પણ બોક્સ વગાડીને ડ્રમ બીટીંગ કરે છે તે સાંભળીને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ દેશી જુગાડે ઘણા લોકોના દિલ જીતી લીધા અને બાળકની ટેલેન્ટ જોવા માટે લોકો રસ્તા પર ઉભા રહેવાથી પોતાને રોકી શક્યા નહીં.

આ વીડિયોએ માત્ર મનોરંજન જ નહીં પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને પ્રેરણા પણ આપી છે. ઘણા બાળકો પાસે કોઇ સુવિધા નથી, છતા પણ તેઓ તેમના સપના પૂરા કરવાનો માર્ગ શોધે છે. માત્ર 36 સેકન્ડનો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. હજારો લોકોએપણ વીડિયોને લાઈક કર્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો