તાલિબાની શાસન માં આવ્યા પછી મહિલાઓની પરીસ્થિતિ કંઇક આવી છે, વર્ણન જાણીને થઈ જશો ચકિત

અફઘાનિસ્તાનમાં તાલીબાનના કબજા બાદ અફઘાની મહિલાઓની પરિસ્થિતિને લઇને સમગ્ર દુનિયા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન અફઘાનની રાજધાની કાબૂલથી સામે આવેલી અફઘાની મહિલાઓની નવી તસ્વીરોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઇસ્લામિક અમીરાતમાં મહિલાઓના અધિકાર અને સમાનતા શું રહેવાની છે.

જેમાં માથાથી પગ સુધી બુરખામાં ઢંકાયેલી આ મહિલાઓ વાસ્તવમાં તાલિબાનની સમર્થકો મનાઈ રહી છે. કોઇ તેમના હાથ ના જોઇ શકે તે માટે હાથમાં મોજા પહેરાવી દેવાયા છે. તેની સાથે અન્ય મુસ્લિમ દેશોમાં મહિલાઓની આંખો ખુલી રહે છે પરંતુ અહીં તો મહિલાઓને એની પરવાનગી આપવામાં આવી નથી.

જયારે શનિવારના કાબૂલની યુનિવર્સિટીના લેક્ચર રૂમમાં અંદાજે 300 અફઘાની મહિલાઓ એકઠી થઇ ગઈ હતી. માથાથી પગ સુધી ઢંકાયેલી મહિલાઓના હાથમાં તાલિબાનનો ઝંડો જોવા મળ્યો હતો. આ દરમિયાન કેટલીક મહિલાઓએ સ્ટેજ પરથી સંબોધન કરીને તાલિબાન પ્રત્યે વફાદારી શપથ લેતી પણ જોવા મળી હતી.

હકીકતમાં પોડિયમ પર ઉભી રહેલી મહિલાએ તાલિબાન દ્વારા લાગૂ કરવામાં આવેલ ડ્રેસ પહેરવામાં આવ્યો છે. આ ડ્રેસ ખાસ એ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે જે સ્કુલ, કોલેજો કે યુનિવર્સિટીમાં ભણવા માટે જતી હોય છે. સ્ટેજ પરથી આ મહિલાઓ અને બીજા પ્રવક્તાઓ દ્વારા અમેરિકા સહિત પશ્ચિમ દેશો વિરુદ્ધ ભાષણ પણ આપવામાં આવ્યું હતું.

તેની સાથે આ પ્રવક્તાઓએ અફઘાની મહિલાઓની ટીકા પણ કરી હતી જેમણે થોડા દિવસ પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતા. અમુક મહિલાઓ યુનિવર્સિટી સામે રોડ પર ઉતરી આવી હતી જેમના હાથમાં મહિલા એજ્યુકેશન વિરુદ્ધ પોસ્ટર પણ રહેલા હતા.

નોંધનીય છે કે, 1996 થી 2001 દરમિયાન તાલિબાન શાસનમાં અફઘાની મહિલાઓના અધિકાર ના બરાબર રહેલા હતા. આ વખતે તાલિબાન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિલાઓને શરિયા મુજબ જ અધિકારો મળશે. પરંતુ ત્યાંથી આવનાર તસ્વીરો કંઇક અલગ જ બતાડે છે.

Scroll to Top