અમેરિકાની તાલીબાન સામેની હારમાં આ દેશ બન્યો વિજેતા, જાણીને થશે હેરાની…

કાબુલ એરપોર્ટથી પોતાના સૈનિકોને લઈને જઈ રહેલા અમેરિકાના છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી લડાઈનો અંતે અંત આવી ગયો છે. જેમાં તાલિબાન અને અમેરિકા વચ્ચેની આ લડાઈમાં અમેરિકાને સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

જ્યારે તાલિબાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેને આ જંગમાં જીત પ્રાપ્ત થઈ છે, પરંતુ વાસ્તવમાં કંઈક અલગ જ છે. અમેરિકાના આ સૌથી લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધમાં જેને જીત મળી તેની પાછળ ચીન છે. તો આવો આજે આપણે સમજીએ અફઘાનિસ્તાનના આ યુદ્ધનું અસલી વિજેતા ચીન કેમ રહેલું છે.

નિષ્ણાતોના મુજબ, અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં પોતાના છેલ્લા ગઢ કાબુલ એરપોર્ટ પરથી ચાલી ગઈ છે, પરંતુ 9/11ના હુમલા બાદ આતંકવાદ સામે 20 વર્ષ સુધી ચાલેલી આ મહાજંગનું અસલી વિજેતા ચીન જ રહ્યું છે. તેમના કહેવા અનુસાર, આ જંગમાં અમેરિકાએ સૈન્ય અભિયાનો પર એક ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. તે સિવાય લોન અને અન્ય ખર્ચનો સરવાળો કરવામાં આવે તો અમેરિકા દ્વારા કુલ 2.26 ટ્રિલિયન ડોલર અફઘાનિસ્તાનમાં ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ બધા આંકડા મુજબ બ્રાઉન યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાય ઈરાકમાં અમેરિકા દ્વારા લગભગ બે ટ્રિલિયન ડોલર સદ્દામ હુસેનની સત્તાને સમાપ્ત કરવામાં ખર્ચ કરાયા હતા. આતંકવાદમાં સામેની આ લડાઈમાં અત્યાર સુધી અમેરિકાના લગભગ 7 હજાર સૈનિક અને 8 હજાર સૈન્ય કોન્ટ્રાક્ટર રીતે માર્યા ગયા છે. આ રીતે અમેરિકા દ્વારા ગત 20 વર્ષોમાં આતંકવાદ સામેની લડાઈમાં 6.4 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાંથી મોટાભાગના રૂપિયા લોન દ્વારા જ લાવવામાં આવ્યા હતા, જેના કારણે અમેરિકાના આગામી બજેટમાં તેને ચૂકવવાનું દબાણ ઊભું થઈ શકે છે.

તેની સાથે અફઘાનિસ્તાન અને ઈરાકમાં આ 20 વર્ષોની લડાઈ દરમિયાન અમેરિકા ખરાબ રીતે ફસાઈ ગયુ છે. બીજી તરફ ચીન ઘણી ઝડપથી કોઈ રોક-ટોક વગર પોતાનો વિકાસ કરતું જોવા મળી રહ્યું છે. આજે ચીન એટલું વધુ શક્તિશાળી બની ગયું છે કે, તે દક્ષિણ ચીન સાગરથી લઈને હિંદ મહાસાગર સુધી અમેરિકાના દબદબાને પડકાર આપી રહ્યું છે. ચીનની નેવી અમેરિકાની નેવી કરતા પણ મોટી થઈ ગઈ છે. આ તાકાતના બળ પર જ હવે ચીન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની વોર શિપ્સને ઉડાવી દેવાની ધમકી પણ આપતા જોવા મળે છે. તેની સાથે તાઈવાન પર જબરજસ્તી કબજો કરવા પણ માંગે છે.

જ્યારે અમેરિકાના સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, બાઈડન વહીવટી તંત્ર દ્વારા હવે ચીનની ધમકીઓનો જવાબ આપવા માટે એશિયા પ્રશાંત ક્ષેત્ર પર ફોકસ કરવા માંગે છે. વાસ્તવમાં તાઈવાનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધનો ખતરો પણ વધતો જોવા મળી રહ્યો છે. આ કારણોસર બાઈડન વહીવટી તંત્ર પોતાની સેનાના આધુનિકરણને ઝડપી કરવા માંગે છે.

જ્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકા નીકળ્યું તેનું સૌથી મોટું કારણ ચીન જ રહેલ છે. તેમ છતાં, અમેરિકાના આ નિર્ણયથી ચીનને જ ફાયદો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ચીન હવે અફઘાનિસ્તાનના એક ટ્રિલિયન ડોલરના ખનીજો પર આર્થિક કબજો પણ કરી શકશે. તેની સાથે જ પોતાના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને મધ્ય એશિયા સુધી સરળતાથી આગળ વધારી પણ શકશે. આ કામ માટે તેને તાલિાબનના મિત્ર પાકિસ્તાનનો પણ સંપૂર્ણ સાથ મળી શકશે.

Scroll to Top