તમે બધાએ ઇંદ્રધનૂષ તો જોયુંજ હશે પણ શુ કોઈ દિવસ ઇન્દ્રધનુષી પર્વત જોયો છે.તમને થતું હશે કે આવું તો કાર્ટૂન માંજ હોય પરંતુ વિશ્વ માં એક જગ્યા એવી પણ છે.જ્યાં આવા પર્વત મોજુદ છે.તો આવો જાણીએ તેના વિશે.
નાનપણથી જ ઇંદ્રધનુષ આપણા બધાની જિજ્ઞાસાનું કેન્દ્ર રહ્યું છે.બધાના મનમાં એખ જ વિચાર આવતો હોય છે આખરે આકાશમાં દેખાતા ઇંદ્રધનુષમાં આ સાત રંગ આવે છે ક્યાંથી.જ્યારે પણ ઇન્દ્રધનુષ દેખાય ત્યારે બાળકો તો ઠીક પણ મોટેરાંઓ પણ એકવાર તેને જોઈ લેવા માટે સાતેય કામ પડતા મુકી દે છે.આકાશનું આ ઇન્દ્રધનુષ તો તમને ક્યારેક જ દેખાય છે પણ જો અહીં ધરતી પર જ તમને સાત રંગનું આ ઇન્દ્રધનુષ જોવા પણ મણે અને તેના પર ચાલવા પણ મળે તો શું વાત છે.કુદરતનો કરિશ્મા છે આ રેઇનબો માઉંટેન.
પેરુમાં આવેલ છે આ રેનબો માઉંટેન, આશરે 5200 મીટરની ઊંચાઈએ મોન્ટાના ડિ સિએટ કોલર્સ આવેલ છે.જેને લેકો રેનબો માઉંટેન તરીકે વધુ ઓળખે છે વર્ષમાં લગભગ 8 મહિના અહીં પહાડો પર રંગબેરંગી ઇંદ્રધનુષી રંગ જોવા મળે છે.માન્યતા છે કે હજારો વર્ષ પહેલા પહાડોનો રંગ ખૂબ સામાન્ય હતો.પરંતુ વરસાદ અને સમયના માર સાથે સતત ધોવાણના કારણે પહાડોની ઉપરની માટી વહી ગઈ અને તેની નીચેના અલગ અલગ રંગ સામે આવી ગયા.દર વર્ષે અહીં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે.5 વર્ષ પહેલા લોકોની નજરે ચડ્યો આ પર્વત.
લગભગ પાંચ વર્ષ પહેલા સુધી તો લોકોને આ પર્વત વિશે ખબર પણ નહોતી.પેરુમાં આ પર્વતની શોધ પછી તેના ઇંદ્રધનુષી રંગના કારણે લોકોએ તેનું નામ રેઇનબો માઉંટેન પાડી દીધું હતું.17 હજાર ફૂટ ઉંચા આ પર્વતની આખી હારમાળા ઇંદ્રધનુષી રંગની દેખાય છે.સૂરજના તડકામાં આ રંગ એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે.કુદરતના આ કરિશ્માને જોવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો દર વર્ષે અહીં આવે છે.
પરંતુ પ્રવાસીઓનો આ પ્રેમ હવે પર્વત માટે ખતરારુપ બની રહ્યો છે.કેમ કે આ પર્વતની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ પોતાની ગંદકી અહીં જ છોડીને જાય છે.જે આ માઉંટેનને નુકસાન પહોંચાડી રહી છે. અહીં પહોંચવા માટે કુસ્કો ગામ સુધી પ્લેન-ટ્રેનની સુવિધા મળે છે.જે બાદ 6 કલાકના સફરમાં ત્રણ કલાક સ્થાનિક ટેક્સી અને ત્યારબાદ 3 કલાક સુધી પગપાળા પ્રવાસ કરવો પડે છે.
તેમજ પર્વતની ઉંચાઈ વધુ હોવાથી ઓક્સિજનની પણ ઉણપ અનુભવાય છે.આ રેઇનબો માઉન્ટેન કોઈ રહસ્યમય પ્રશ્નથી ઓછો નથી ત્યારે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે પર્વતના આ રંગે અહીં રહેલા પ્રચૂર માત્રાના ખનિજ તત્વોને આભારી છે.જેમ કે લાલ રંગ આયરન ઓક્સાઇડપીળો રંગ આયરન સલ્ફાઇડ, લીલો રંગ ક્લોરાઇટના કારણે આવે છે.જો કે વાત ગમે તે હોય પરંતુ હાલમાં આ એક ખુબજ આકર્ષિત કેન્દ્ર બની ચૂક્યું છે.