તમિલ અભિનેતા વિવેકનું નિધન, હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા

અભિનેતા વિવેકનું ચેન્નાઈ હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે 59 વર્ષના હતા. વિવેકને 16 એપ્રિલના હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ડોક્ટર્સથી ECMO ટ્રીટમેંટ મળી રહી હતી.

તે આઇસીયુમાં ડોક્ટર્સની દેખરેખમાં હતા. તેમ છતાં આજે સવારે 4.45 વાગે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તમને જાણ હોય કે, વિવેક કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો, ત્યાર બાદ તેમને મીડિયાથી મુલાકાત કરી હતી અને તેમને કોવિડ વેક્સિન લગાવવની જરૂરત વિશેમાં જણાવ્યુ હતું.

15 એપ્રિલના વિવેકે કોરોના વેક્સીન લગાવી હતી. વિવેકે પોતાના મિત્ર સાથે Omandurar સરકારી હોસ્પિટલમાં કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ગ્યાં હતા. ત્યાર બાદ તેમણે મીડિયાથી વાતચીત કરી હતી, જ્યાં તેમણે જણાવ્યુ હતું કે, કોવિડ વેક્સિન લગાવવા માટે તેમણે પ્રાઈવેટ હોસ્પિટલની જ્ગ્યાએ સરકારી હોસ્પિટલ કેમ પસંદ કરી છે.

બીમાર થયા પહેલા વિવેકે જણાવ્યુ હતું કે, સરકારી હોસ્પિટલ સુધી લોકોની પફોંચ વધુ છે. તેમણે જણાવ્યુ હતું કે, “હું તમને જણાવવા ઈચ્છું છું કે, કોવિડ વેક્સિન સેફ છે. તમે એ ના વિચરશો કે, જો તમે કોવિડ વેક્સિન લગાવી લેશો તો આપણે બીમાર પડીશું નહીં. ધ્યાન તો પણ રાખવું પડશે. વેક્સિન લગાવ્યા બાદ આપણે એ નિશ્વિત કરી શકીએ છીએ કે, આપણાં પર પહેલા ખતરો ઓછો થઈ જશે.

પદ્મશ્રી વિજેતા રહ્યા વિવેક

તમિલ સિનેમામાં કામ કરનાર વિવેક અભિનેતાની સાથે-સાથે કોમેડિયન પણ હતા. તેમણે રજનીકાન્ત, કમલ હસન, અજિત, વિજય, માધવન અને વિક્રમ સાથે કામ કર્યું હતું. માધવનની ફિલ્મ આરએન તેમના માટે સૌથી મોટો બ્રેક સાબિત થયો હતો. સિનેમામાં તેમના યોગદાન માટે સરકારે તેમણે પદ્મશ્રી એવોર્ડથી પણ સમ્માનિત કર્યા હતા.

Scroll to Top