તામિલનાડુ નો એક મોટો કિસ્સો સામે આવ્યો છે.તામિલનાડુના પૂર્વ સીએમ ની અધધ આટલા કારોળી સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી છે.આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા પૂર્વ AIADMKના નેતા અને તમિલનાડુની સ્વર્ગીય મુખ્યમંત્રી જયલલિતાની નજીકના વીકે શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના સૂત્રો અનુસાર,બેનામી ટ્રાંજેક્શન એક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ સંપત્તિ 1500 કરોડ રૂપિયાની બંધ થઈ ગયેલી ચલણી નોટો દ્વારા કાલ્પનિક નામો પર ખરીદવામાં આવી હતી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે,2017માં આવકવેરા વિભાગે ઓપરેશન ‘ક્લીન મની’અંતર્ગત વીકે શશિકલા અને તેમના સંબંધીઓના ઠેકાણા પર રેડ કરી હતી.અને તેમના ઘરે આયકર વિભાગે મોટી રેડ કરી હતી.આ રેડ દરમિયાન અનેક મોટા ખુલાસા થયા હતા.આ દરમિયાન 1430 કરોડ રૂપિયાના કર ચોરીનો ખુલાસો થયો હતો.તપાસમાં ખુલાસો થયો હતો કે, શશિકલા અને તેમના સંબંધીઓ દ્વારા નોટબંધી બાદ ઘણી સંપત્તિઓ ખરીદી હતી, જેમાં ચેન્નઈ, કોઈમ્બતુર, પુંડુચેરી અને તમિલનાડુના કેટલાક સ્થાનો પર સંપત્તિની ખબર પડી હતી.અને આ રેડ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થયા હતા.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે,શશિકલાને ફેબ્રુઆરી, 2017માં સુપ્રિમ કોર્ટ દ્વારા આવકથી વધારે સંપત્તિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે શશિકલાને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.અને શશિકલા છેલ્લા વર્ષ 2017થી જેલમાં બંધ છે.અને હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. ઉલ્લેખનિય છે કે, શશિકલા તમિલનાડુની સ્વર્ગિય સીએમ જે જયલલિતાની નજીકની મનાતી હતી.જોકે, જયલલિતાની નિધન બાદ રાજ્યના વર્તમાન હાલત બાદ સીએમ પલાનીસ્વામીના નજીકના લોકોએ તેમને પાર્ટીથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.અને તેમને પાટીથી દુર કરી દેવામાં આવ્યા હતા.