ટારઝનના અભિનેતાનું વિમાન ક્રેશ થતા થયું મોત, પત્ની સહિત 6 અન્યનો પણ જીવ ગયો

હોલિવુડ એક્ટર જોસેફ લારાનું દર્દનાક દૂર્ઘટનામાં અવસાન થયુ છે. આ દૂર્ઘટનામાં તેમની પત્ની સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે અભિનેતા પોતાની પત્ની અને 5 અન્ય લોકો સાથે નાના જેટમાં મુસાફરી કરી રહ્યા હતા, જે ક્રેશ થઇને Nashville નજીક સ્થિત Tennesse ઝીલમાં પડી ગયું હતું જ્યારે પોલીસ આ બાબતમાં વધુ તપાસ હાથ ધરી છે. આ દૂર્ઘટના બાદ હોલિવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના નિધન પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સેસના સી501 જેટ શનિવાર સવારે રદરફોર્ડ કાઉન્ટીના સ્મિર્ના શહેર નજીક Tennesse ઝીલમાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં જોસેફ લારા સહિત અન્ય છ લોકો પણ સવાર હતા.

દૂર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ એક્ટર જોસેફ લારા સહિત અન્ય છ લોકોની બોડીની તપાસ શરૂ કરાઇ રહી છે. જ્યારે રદરફોર્ડ કાઉન્ટી ફેર રેસક્યૂના કેપ્ટન જોન ઇંગલે નિવેદન આપ્યુ છે કે, Smyrna પાસે પર્સી પ્રીસ્ટ લેકમાં તપાસ અભિયાન ચાલુ કરાયુ છે. તેમણે જણાવ્યું છે કે, ઝીલની આજુબાજુના વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનના કાટમાળની તપાસ ચાલી રહી છે.

આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ આ પ્રકાર છે જેમાં બ્રાંડન હાના, ગ્વેન એસ લારા, વિલિયમ જે લારા, ડેવિડ એલ માર્ટિન, જેનિફર જે માર્ટિન, જેસ્સિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સના રૂપમાં સામેલ છે. જ્યારે પ્લેનમાં સવાર તમામ
Tennesseeના બ્રેટવુડના હતા.

Scroll to Top