BollywoodEntertainment

સરોગેસી દ્વારા માતા બનેલી પ્રિયંકાને લઇ તસ્લીમા નસરીને કર્યો વ્યંગ્ય-‘રેડીમેડ બેબી’

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ સરોગસી દ્વારા માતા બની હોવાનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેના સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી આપતા તેણે પ્રાઈવસી માટે વિનંતી પણ કરી હતી. હવે પ્રિયંકાના સરોગેસી દ્વારા મતા બનાવેન લઇ લેખિકા તસ્લીમા નસરીને ટ્વીટ કર્યું છે. તસ્લીમાએ પોતાના ટ્વિટમાં સરોગસી દ્વારા જન્મેલા બાળકોને ‘રેડીમેડ બેબી’ કહ્યા છે.

સરોગેસી દ્વારા માતા બની પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પહેલી એવી અભિનેત્રી નથી જેને સરોગસી દ્વારા માતા બનવાનો આનંદ મળ્યો હોય, પરંતુ કેટલાક લોકો આ રીતે બાળકોના જન્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ખરેખરમાં સરોગસી એ એવા યુગલો માટે વરદાન માનવામાં આવે છે જેમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય. આવી સ્થિતિમાં મીડિયામાં સમાચાર આવ્યા કે પ્રિયંકા ચોપરાને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. તેમ છતાં તેણે માતા બનવા માટે આ માધ્યમ પસંદ કર્યું. હવે પીઢ લેખિકા તસ્લીમા નસરીને લખ્યું છે, ‘આવી માતા જ્યારે સરોગસી દ્વારા તૈયાર બાળક મેળવે છે ત્યારે તેને શું લાગશે?’

ટ્વીટને લઇ હંગામો

તેમણે લખ્યું, ‘શું તે બાળક પ્રત્યે એવું જ અનુભવે છે જે રીતે એક માતા તેના બાળકને જન્મ આપ્યા પછી અનુભવે છે?’ એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું, ‘હું સમજી શકું છું કે જ્યારે કોઈ જરૂરિયાતમંદ માતા-પિતા સરોગસી અપનાવે છે. પરંતુ તે ખૂબ જ ખોટું છે કે તમે ફક્ત પોતાને બચાવવા માટે આ કરો છો, જ્યારે બોલિવૂડ કપલ્સ આવું કરે છે ત્યારે ઘણી નફરત થાય છે.

સપોર્ટમાં ઉતર્યા ફેન્સ

પ્રિયંકા ચોપરાના ચાહકો આ ટ્વીટ બાદ તરત જ કૂદી પડ્યા હતા. તેમણે એક પછી એક ટ્વીટ કરીને સમર્થનનો હોબાળો મચાવ્યો હતો. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘કેટલાક લોકો સરોગસી દ્વારા માતા બનવાનો વિરોધ કેટલો ગેરવ્યાજબી છે.’ અન્ય એક યુઝરે લખ્યું- આ બાળકોને રેડીમેડ કહેવું કેટલું અસંવેદનશીલ છે.

 

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker