Tata લાવી સૌથી સસ્તી SUV કાર, જાણો આ કારની કિંમત અને તેની જોરદાર ખાસિયતો…

ટાટા મોટર્સે તેની સૌથી નાની SUV Tata Punch લૉન્ચ કરી દીધી છે. કંપનીએ તેની શરૂઆતી કિંમત 5.49 લાખ રૂપિયા રાખી છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 9.09 લાખ રૂપિયા સુધી જાય છે. આ રીતે Tata Punch SUV કંપનીની ટિયાગો (Tiago) અને નેક્સન (Nexon) વચ્ચે લાવવામાં આવી છે. ગ્રાહકો આ SUV ને 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકે છે. કારની ડિલિવરી પણ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે.

વેરિએન્ટ અને કિંમત: કારને કુલ 4 ટ્રિમ (Parsona) માં લાવવામાં આવ્યા છે: જે Pure, Adventure, Accomplished અને Creative છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે Pure વેરિએન્ટની કિંમત 5.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે MT ગિયરબોક્સ સાથે એડવેંચર, અકામિપલશ્ડ અને ક્રિએટિવ વેરિએન્ટની કિંમત અનુક્રમે 6.39 લાખ રૂપિયા, 7.29 લાખ રૂપિયા અને 8.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. AMT વેરિએન્ટ માટે તમારે 60 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે આ કિંમતો ઈંદ્રોડકટરી છે, જે 31 ડિસેમ્બર 2021 સુધીની માન્ય રહેશે.

5 સ્ટાર સેફટી રેટિંગ: આ દેશની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે. આ કારને ગ્લોબલ એનકૈપ ક્રેશ ટેસ્ટમાં તેને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આટલું જ નહીં, કુલ પોઈન્ટમાં તેને ભારતની અન્ય બધી ગાડીઓને પાછળ છોડી દીધી છે. એડલ્ટ સેફટી રેટિંગમાં તેને 17 માંથી 16.45 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. આ જ રીતે, બાળ સુરક્ષાના મામલે આ SUV એ 49 માંથી 40.89 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. સેફટી (સલામતી) માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD સાથે કોર્નરિંગ ફંક્શન સાથે ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, રિવર્સ પાર્કિંગ કેમેરા, રિયર ડિફોગર અને પંચર રિપેર કિટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

એન્જિન અને પરફોર્મન્સ: ટાટાની નવી SUV માં 1.2-લિટર ના 3-સિલિન્ડર નેચરલી-એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવેલ છે. આ જ એન્જિન Altroz, Tigor અને Tiago માં પણ આપવામાં આવ્યું છે. આ એન્જિન 6,000rpm પર 85bhp ના પાવર અને 3,300rpm પર 113Nm ના પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ને 5-સ્પીડ મેન્યુઅલ અને AMT (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન) સાથે જોડવામાં આવેલ છે. તેમાં બે ડ્રાઇવિંગ મોડ – ઇકો અને સિટી આપવામાં આવેલ છે. તેમાં ક્રુઝ કંટ્રોલ અને આઈડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમની સુવિધાઓ પણ આપવામાં આવેલ છે.

ટાટા પંચમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ફુલી ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ, એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઓટો ફોલ્ડ ORVM, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, ટિલ્ટ સ્ટીયરિંગ અને ફાસ્ટ USB ચાર્જર જેવી સુવિધાઓ ટાટા પંચને માઈક્રો SUV સેગમેન્ટમાં એક આકર્ષક ઓફર બનાવે છે. અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં શોટ ડાઉન ડ્રાઈવર વિન્ડો, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7-ઈંચની હરમન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-ઈંચની TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને iRA કનેક્ટેડ કાર ટેકનોલોજી મળે છે. નવી ટાટા પંચની હરીફાઈ મારુતિ સુઝુકી ઇગ્નિસ, નિસાન મેગ્નાઇટ, રેનૉલ્ટ કિગર અને સ્વિફ્ટ અને ગ્રાન્ડ આઇ 10 નિઓસ જેવી ગાડીઓ સાથે રહેશે.

Scroll to Top