રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. જે મુંબઈ બાદ હવે ‘તાઉ-તે’ વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. હાલ વાવાઝોડાની મળતી માહિતી પ્રમાણે, વાવાઝોડાનો વ્યાપ 35 કિમી જેટલો છે, જે હાલ 16થી 20 કિમીની સ્પીડે આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને કારણે 165 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જણાવવામાં આવી રહી છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.
અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. 18 મી મે ના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણ માં ભારે વરસાદ રહેશે. આ વાવાઝોડું દિવ થી 20 કિલોમીટર પૂર્વ દિશા તરફ ટકરાશે. જેને લઈને સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યા છે.
હાલમાં આ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. જયારે આ વાવાઝોડું રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જે વાવાઝોડું 160-170 થી 185 કિમિ/કલાકની ઝડપથી ટકરાશે. જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ ધીમી થવાનો અંદાજ છે અને એ ‘અતિભીષણ’માંથી ‘ભીષણ’ની કેટેગરીમાં ફેરવાઈ જશે. વલસાડ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે સૌથી વધુ અસર થશે. ત્યારે હાલમાં માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Cyclone Tauktae) તોફાન/વાવાઝોડું “તૌક્તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.
ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. ત્યારે હાલમાં માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પ્રવેશ કરી ન શકે તેને લઈ છાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં 23 વર્ષ બાદ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. આ પહેલાં 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં 1173 લોકોનું મૃત્યુ થયું હતું અને 1774 લોકો લાપતા થયા હતા.