આપણા ભારત માં શિક્ષક દિવસ નું ખૂબ મહત્વ માનવામાં આવે છે. અને આ શિક્ષક દિવસે સ્કૂલો, કોલેજો માં વિદ્યાર્થીઓ ટીચર્સ ના રૂપમાં જોવા મળે છે પણ તમે કદાચ જાણતા નહિ હોય કે આ શિક્ષક દિવસ કેમ મનાવવામાં આવે છે. તો જાણીએ એના વિશે.
આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના શિક્ષણ સંસ્થાનોમાં ભણનારા વિદ્યાર્થીઓ આજનો દિવસ શિક્ષકની ભૂમિકા ભજવે છે. શિક્ષકોના કામને સમજવા માટે સ્કૂલ-કૉલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ પોતાના જૂનિયર્સને ભણાવવાની તક આપશે. જાણો આજના દિવસે શા માટે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને આજનો દિવસ શા માટે હોય છે ખાસ.
ડૉ. રાધાકૃષ્ણનના સન્માનમાં ઉજવાય છે આ દિવસ
શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે. 5 સપ્ટેમ્બરે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર આ દિવસને શિક્ષક દિવસના રુપમાં મનાવવામાં આવે છે.
આજે જ 1888 માં જન્મ રાધાકૃષ્ણન જ્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમના સ્ટૂડન્ટ્સ અને મિત્રોએ તેમનો જન્મ દિવસ મનાવવાનો આગ્રહ રાખ્યો.અને વિશ્ર્વમાં દરેક દેશ જુદી જુદી તારીખે શિક્ષક દિનની ઉજવણી કરે છે. ચીનમાં ૧૦ સપ્ટેમ્બર, તુર્કીમાં ર૪ નવેમ્બરના રોજ તેમજ આર્જેન્ટિના ૧૧ સપ્ટેમ્બરે ટીચર્સ ડે મનાવાય છે.
રાધાકૃષ્ણ એ આવી ઈચ્છા વ્યક્ત કર હતી:
‘ભારત રત્ન’ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું કે મારા જન્મદિવસને મનાવવાની જગ્યાએ આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીને મનાવવામાં આવે તો મને વધારે ખુશી થશે. પછી 1962 માં જ્યારે તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ બન્યા તો તે દિવસને શિક્ષક રુપમાં મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન શિક્ષકની સાથો સાથ દર્શનશાસ્ત્ર પ્રોફેસર પણ હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનું કાર્યભાળ સંભાળતા સંભાળતા તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા.
શિક્ષકો ને સન્માનિત કરવાનો દિવસ
આ પ્રસંદે દેશભરમાં શિક્ષા ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનારા શિક્ષકોને ભારત સરકાર સન્માનિત કરે છે.આ પ્રસંગે હમેશા રાષ્ટ્રપતિ આ દિવસે દિલ્હી વિજ્ઞાન ભવનમાં શિક્ષકોને સન્માનિત કરે છે. શિક્ષકોને ભારત સિવાય રાજ્ય સરકારો પણ પુરુસ્કૃત કરીને સન્માનિત કરશે.
374 શિક્ષકોને મળશે પુરસ્કાર
આ વર્ષે માનવ સંસાધન મંત્રાલય દ્વારા 374 શિક્ષકોની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં 43 સ્પેશિયલ એજ્યુકેશન’ માટે આપવામાં આવશે.
આ વિશેષ કેટેગરીમાં એવા દિવ્યાંગ શિક્ષકોનો સમાવેશ થાય છે જેમણે મેઈન સ્ટ્રીમ સ્કૂલોમાં કુશળ શિક્ષક તરીકે ફરજ બજાવી છે. આ સિવાય એવા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે જેઓ શિક્ષણ જગત માટે ઉત્કૃષ્ઠ ટીચર્સ તૈયાર કરે છે.
આમણે વધાર્યું શિક્ષાનું ગૌરવ
ડૉ. રાધાકૃષ્ણન સિવાય ભારતમાં રામકૃષ્ણ પરમહંસ, શંકરાચાર્ય, સ્વામી સચીદાનંદ સરસ્વતીએ પણ શિક્ષણ જગતમાં મોટું યોગદાન આપ્યું છે.અને એમને આ દિવસ નું મહત્વ શાળા કોલેજો માં સમજાવ્યું હતું.
આધુનિક ભારતના યાદગાર શિક્ષકો:
આધુનિક ભારતની વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણી ડૉ. એપીજે અબ્દુલ કલામ, બિહારમાં ગરીબ બાળકોને IIT ની તૈયારી કરાવતા સુપર-30ના આનંદ કુમારનું નામ અગ્રણી છે.
આજે શિક્ષક દિવસને રાષ્ટ્રીયસ્તર ઉપર મનાવવામાં આવે છે એક શિક્ષક જ બાળકને વિઘાર્થીમાં પરિવર્તીત કરી શકે છે. એ જ ઉત્તમ વિઘાર્થી સમય જતા દેશનું ભવિષ્ય બને છે. ડો.રાધાકૃષ્ણને સમાજમાં શિક્ષા અને શિક્ષણ બન્નેનું મહત્વ સમજવા હતા આથી જ અમેના જન્મદિવસને ભારતમાં 1962 પછી શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્ર્વમાં આજે કોઇપણ વ્યકિત જો સફળતાના શિખરે પહોંચતી હોય છે ત્યારે કયાંક ને કયાંક એમના વિઘાર્થીકાળ દરમીયાન શિક્ષક તરફથી મળેલું જ્ઞાન શ્રેષ્ઠ સાબિત થતું હોય છે. શિક્ષક દિવસને મનાવવો પુરા સમાજ માટે ખુબ જ જરુરી છે.