પૂરી થઇ BCCIની શોધ, આ ખેલાડીને બનાવવામાં આવશે ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન!

વિરાટ કોહલી હવે કોઈપણ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન નથી. કોહલીએ અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી એ પછી બીસીસીઆઈ એ વિચારમાં ડૂબી ગઈ હતી કે કોને ટેસ્ટનો નવો કેપ્ટન બનાવવો જોઈએ. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો એક એવો ખેલાડી છે જે વિરાટ કોહલીની જગ્યાએ નવા ટેસ્ટ કેપ્ટન તરીકે ફિટ છે.

બીસીસીઆઈની શોધ પૂરી થઈ

BCCI આવતા અઠવાડિયે ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપશે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવાના મૂડમાં નથી. આનાથી સ્પષ્ટ થઈ જશે કે માત્ર ODI અને T20 કેપ્ટન રોહિત શર્માને જ ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

આ ખેલાડી ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનશે

BCCIના અધિકારીઓએ Insidesports.in ને કહ્યું, ‘પસંદગીકર્તા, ખેલાડીઓ, કોચ, દરેકના મગજમાં એક જ નામ છે, રોહિત શર્મા. રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયે શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમની પસંદગી સાથે કરવામાં આવશે. શ્રીલંકા સામે ટીમની પસંદગી કરવા માટે આવતા અઠવાડિયે ભારતીય પસંદગીકારોની બેઠક યોજાવાની છે.

આગામી સપ્તાહે જાહેરાત કરવામાં આવશે

રોહિત શર્માના નામ પર આગામી સપ્તાહે મહોર લાગી શકે છે. આ સાથે જ શ્રીલંકા સામેની શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે. જ્યારે ભારતીય પસંદગીકારો શ્રીલંકા માટે ટીમની પસંદગી કરવા બેસે ત્યારે તેઓ રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત પણ કરશે.

શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણી સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાની ટક્કર શ્રીલંકા સાથે થવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં તેણે 3 T20 મેચોની શ્રેણી ઉપરાંત 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

T20 સિરીઝ શેડ્યૂલ

1લી T20I મેચ – 24 ફેબ્રુઆરી – લખનૌ

બીજી T20I મેચ – 26 ફેબ્રુઆરી – ધર્મશાલા

ત્રીજી T20I મેચ – 27 ફેબ્રુઆરી – ધર્મશાલા

Scroll to Top