શ્રીલંકા સામે ભારતની હાર, એશિયા કપથી ટીમ ઇન્ડિયા લગભગ બહાર

ભારતને શ્રીલંકા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતની ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. 174 રનનો ટાર્ગેટ શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં મેળવી લીધો હતો. આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે જલ્દી જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી.

કોહલી 0 અને કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 72 અને સૂર્યાએ 34 રન બનાવ્યા હતા. જો કે, રોહિતના આઉટ થયા બાદ વિકેટો પડતી રહી, જેના કારણે ભારતનો સ્કોર 175 રનની અંદર જ રહ્યો.

શ્રીલંકાએ ભારતને છ વિકેટે હરાવ્યું છે. શ્રીલંકાએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર 174 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 57 અને પથુમ નિસાંકાએ 52 રન બનાવ્યા હતા. દાસુન શનાકા 33 અને ભાનુકા રાજપક્ષે 25 રને અણનમ રહ્યા હતા. શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી અને તેની પ્રથમ વિકેટ 97 રન પર પડી હતી. પરંતુ તે પછી તેણે વારંવાર અંતરાલમાં વિકેટ ગુમાવી, તેના સ્કોરને ચાર વિકેટે 110 સુધી લઈ ગયો. આ પછી શનાકા અને રાજપક્ષેની શાનદાર બેટિંગે ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી.

Scroll to Top