ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટતા ભારે નુકસાન, તૂટી અનેક દુકાનો અને મકાનો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તરાખંડમાં હાલના દિવસોમાં હવામાને તેનું જોર બતાવ્યું છે. ઉત્તરાખંડના પર્વતીય જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ટિહરી જિલ્લાના દેવપ્રયાગમાં વાદળ ફાટતા ગદેરા તેના ચપેટમાં આવી ગયું છે, જેના કારણે અનેક દુકાન અને મકાનોને નુકસાન થયું છે. જો કે હાલમાં કોવિડ કર્ફ્યુના કારણે દુકાનો બંધ હતી, જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી.

રાજ્યભરમાં હવામાન નો મિજાજ બદલાયેલ છે. એક બાજુ જ્યાં ઊંચા શિખરો પર બરફવર્ષાનો ક્રમ સતત ચાલુ જોવા મળી રહ્યો છે, જયારે ત્યાં પર્વતોમાં ભારે વરસાદનો સિલસિલો પણ ચાલુ છે. મેદાનો વાળા વિસ્તારોમાં હવામાન પણ તેનો રંગ બદલી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેવપ્રયાગમાં વાદળ ફાટવાના કારણે ઘણું નુકસાન થયું છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિ ના કોઈ સમાચાર સામે આવ્યા નથી. હાલમાં, એસડીઆરએફ ટીમો ઘટના સ્થળે આગળ વધી રહી છે.

આ અગાઉ 6 મેના રોજ વાદળ ફાટવાને કારણે ઘનસાલી અને જાખણીધાર બ્લૉકમાં ઘણું નુકસાન થયું હતું. અનેક હેકટર જમીન તેજ પાણીની ધારમાં તણાઈ ગઈ, જ્યારે ઘનસાલી બજારમાં ઘણા વાહનો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. જંગલોમાં વાદળ ફાટવાના કારણે સ્થાનિક નૈલચામી ગદેરેમાં પાણીનું સ્તર વધી ગયું, જેના કારણે આ નુકસાન થયું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો