દુનિયાનો સૌથી મોંઘો હોટેલ સ્યુટ, એક રાત રોકાવવાના 55 લાખ રૂપિયા, એક ફ્લોર પર મળે છે 12 રૂમ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

લાઈફસ્ટાઈલ મેગેઝિન એલિટ ટ્રાવેલરે વર્ષ 2018 માટે દુનિયાના 10 સૌથી મોંઘા હોટલ સ્યુટ્સની યાદી બહાર પાડી છે. આ યાદીમાં જે સ્યુટ્સને સામેલ કરવામાં આવ્યા છે, ત્યાં એક રાત રોકાવવા માટે લોકોને મોટી કિંમત ચૂકવવી પડે છે. જોકે, તેના બદલમાં ત્યાં તેમને એકથી એક લક્ઝરી અને વર્લ્ડ ક્લાસ સુવિધા પણ મળે છે. આ લિસ્ટમાં પહેલા નંબરે જિનેવાની જે હોટલનો સ્યુટ છે ત્યાં એક રાતનું ભાડું 80 હજાર ડોલર(અંદાજે 55 લાખ રૂપિયા) છે. જ્યાં રોકાવવા માટે ગેસ્ટને બુલેટપ્રુફ કાચથી સજ્જ 12 બેડરૂમ મળે છે, સાથે જ રસપ્રદ પુસ્તકોનું કલેક્શન મળે છે.

1. રોયલ પેંટહાઉસ સ્યુટ, પ્રેસિડેન્ટ વિલ્સન હોટલ, જિનેવા, સ્વિટઝરલેન્ડ

જિનેવાની પ્રેસિડેન્ટ વિલ્સન હોટલના આઠમાં ફ્લોર પર સ્થિત આ રોયલ પેન્ટહાઉસ સ્યુટમાં એક રાત રોકાવાનું ભાડું 55 લાખ રૂપિયા છે. અહીંયા આવેલા ગેસ્ટને આ ફ્લોર પર રહેલા દરેક રૂમ મળે છે. આ સ્યુટથી જિનેવા લેક અને મોંટ બ્લેક પહાડના એકદમ રમણીય નજારો જોવા મળે છે.

મેગેઝિન પ્રમાણે ગેસ્ટને અહીંયા ગ્રાન્ડ પિયાનો, બિલિયડ્સ ટેબલ અને રસપ્રદ પુસ્તકોનું કલેક્શન પણ મળે છે. અહીંયા આવતા લોકોની સુરક્ષાની જોરદાર વ્યવસ્થા છે, ગેસ્ટ્સને અહીંયા પ્રાઈવેટ લિફ્ટ, બુલેટપ્રુફ વિંડો, સિક્યોરિટી કેમેરા અને પેનિક બટન પણ મળે છે. આ સ્યુટમાં હોટ ટબ સાથે માર્બલ લાગેલા બાથરૂમ છે, જ્યાં લક્ઝરી સમાન બનાવતી હર્બ્સ કંપનીની એસેસરિઝ લાગેલી મળે છે.

2. ગ્રાન્ડ રિયાદ સ્યુટ, હોટલ મનસૌર, મારાકેચ શહેર, મોરક્કો

30 લાખ રૂપિયા/નાઈટ

3. પેન્ટ હાઉસ, કિએના હોટલ, મિયામી, અમેરિકા

34 લાખ રૂપિયા/નાઈટ

4. સ્યુટ 5000, મેંડ્રિન ઓરિએન્ટલ, ન્યુયોર્ક

24.7 લાખ રૂપિયા/નાઈટ

5. હિલટોપ વિલા, લુકાલા આઈલેન્ડ, ફિજી

31 લાખ રૂપિયા/નાઈટ

6. પ્રિન્સેસ ગ્રેસ સ્યુટ, હોટલ ધ પેરિસ, મોનેકો, ફ્રાન્સ

25 લાખ રૂપિયા/નાઈટ

7. ટેરેસ સ્યુટ, ધ માર્ક, ન્યુયોર્ક, અમેરિકા(52 લાખ રૂપિયા/નાઈટ)

બે માળના આ સ્યુટમાં કુલ 5 બેડરૂમ છે અને આ અંદાજે 12 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલું છે. તેનો ડાઈનિંગ રૂમ 24 સીટરનો છે, જ્યારે લિવિંગ રૂમમાં ગ્રાન્ડ પિયાનો રાખવામાં આવ્યો છે.

8. પેન્ટહાઉસ સ્યુટ, હોટલ કાલા દી વોલ્પે, સરદિનિયા

28 લાખ રૂપિયા/નાઈટ

9. રોયલ સ્યુટ, ધ પ્લાઝા, ન્યુયોર્ક, અમેરિકા

27 લાખ રૂપિયા/નાઈટ

10. પેન્ટહાઉસ સ્યુટ, હોટલ માર્ટિનેજ, ગ્રાન્ડ હયાત, કાન્સ, ફ્રાન્સ(36 લાખ રૂપિયા/નાઈટ)

આ સ્યુટ કાન્સ શહેરની હોટલ માર્ટિનેજના સાતમાં માળ પર બનેલું છે અને અંદાજે 3229 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે. અહીંયા ગેસ્ટને પર્સનલ બટલરની સુવિધા પણ આપવામાં આવે છે. સાથે જ હોટ ટબ સિવાય હમ્મામનો ઉપયોગ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here