તમે જાણો જ છો કે જમ્મુ અને કાશમીર માં ખુબજ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમા જ એક ખુબજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 અને કલમ 35 ને નાબૂદ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આ મુદ્દે ખુબજ ચર્ચા ચાલી રહી છે.
તે દરમિયાન ઘણાં આતંકવાદીઓ એ જમ્મુ-કાશ્મીર માં ઘૂસવાની કોશિશ કરી હતી, તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના એ પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાઇ રહેલ ઘૂસણખોરીને મોટી કોશિષને નિષ્ફળ કરતાં તેમને ખદેડી દેવાયા છે.
કુપવાડા જિલ્લામાં માછિલ સેકટરમાં ગઇકાલે રાત્રે અંદાજે 2.30 વાગ્યાની આસપાસ 5 થી આતંકી ભારતીય સરહદની અંદર 500 મીટર અંદર સુધી ઘૂસ્યા હતા. પરંતુ ભારતીય સુરક્ષાબળોએ ઘૂસણખોરો પર ફાયરિંગ કરી દીધું ત્યારબાદ આતંકી પાછા પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયા.
આ દરમ્યાન બચવા માટે આતંકીઓએ પણ ફાયરિંગ કર્યું હતું આ દરમ્યાન એક ભારતીય જવાન પણ ઘાયલ થયાના સમાચાર છે.સેનાએ કહ્યું કે ઘાયલ સૈનિકોને સુરક્ષિત નીકાળી લાવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
આપને જણાવી દઇએ કે પહેલાં 3 ઑગસ્ટના રોજ ભારતીય સેના એ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના BATના 5-7 સભ્યોને ઠાર કર્યા હતા. BATના જવાનોના મૃતદેહ ભારતીય સરહદમાં છે.
બંને બાજુ ચાલી રહેલા ગોળીબારના લીધે મૃતદેહોને અહીંથી હટાવ્યા નથી. એવામાં ભારતે પાકિસ્તાનની સામે મૃતદેહોને લઇ જવાની રજૂઆત કરી હતી.
BAT પર સેના એ કરી હતી મોટી કાર્યવાહી
ભારતીય સેના એ એલઓસી પર આવેલા 5 થી 7 પાકિસ્તાની આંતકીઓ ફાયરિંગ કરી ને ત્યાંજ મારી નાખ્યા હતા. તેમજ સેનાએ LoC પર પાકિસ્તાની BATના 5-7 કમાન્ડો અને આતંકી મર્યા છે.
આ કાર્યવાહીની સાથે જ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશો મોકલાવ્યો હતો કે ‘જન્નત’માં ઘૂસશો તો જહન્નૂમ મોકલી દેવાશે.
ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી ને માર્યા પછી તેમના મૃતદેહ ત્યાંજ ફેંકી દીધા છે. આતંકીઓના મૃતદેહ LoC પર જ પડ્યા છે.
સેનાએ મારી નાંખેલા આતંકીઓની તસવીર પણ રજૂ કરી છે. ભારતીય સેના એ પાકિસ્તાન ને ખુબજ સારો જવાબ આપ્યો છે.
આની પેહલાં શોપિયા અને સોપોરમાં આતંકીઓની વિરૂદ્ધ ઓપરેશનમાં મોટી સફળતા મળી. અહીં બે દિવસમાં 4 આતંકી પણ મારી નાંખ્યા.
31મી જુલાઇના રોજ રાત્રે BATએ ઘૂસણખોરીની કોશિષ કરી હતી. આ દરમિયાન ભારતીય સેના એ આતંકવાદીઓ ને ફાયરિંગ કરી ને ત્યાંજ જ મારી નાખ્યા હતા.