કેસ ઘટવા પાછળનું આ કડવું સત્ય સ્વિકારવું પડશે, વિશ્વાસ ન થાય તો પણ કરવો પડશે

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજ્યમાં એકાએક કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાના કેસમાં સખત ઘટાડો જોવા મળ્યો છે લોકોને એવું લાગે છે કે સંક્રમણ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ છે કોર્પોરેશન દ્વારા શહેરોમાં જે ડોમ ઉભા કરવામાં આવ્યા છે ત્યા માત્ર 2 કલાક સુધી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા દરેક ડોમમાં હવે માત્ર 25 થી 50 જેટલી ટેસ્ટ કીટ આપવામાં આવે છે સવારના 10 વાગયે ડોમ શરૂ થાય ત્યા તો 11 વાગ્યા સુધીમાં કીટ પુરી થઈ જાય છે જોકે 12 વાગ્યા સુધી જડોમ પર બેસવું પડે જેથી ડોમ પર કામ કરતો પેરામેડિકલ સ્ટાફ 12 વાગ્યા સુધી બેસી રહેતો હોય છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ 200 જેટલા ડોમ આવેલા છે.

છેલ્લા અમુક દિલસોથી ડોમ પર ઘણા ઓછા પ્રમાણમાં ટેસ્ટ થઈ રહ્યા છે અમુકા જગ્યાઓ પર તો માત્ર 40 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે લોકો જ્યારે ટેસ્ટ કરવા જાય ત્યારે તેમને આવતીકાલે આવજો તેવું કહી દેવામાં આવે છે ડોમ પર કામ કરતા લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમને ઉપરથી માત્ર 50 જેટલી કીટ આપવામાં આવે છે જેના કારણે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે.

છેલ્લા અમુક દિલસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે આ બાબતે ખરેખરમાં ટેસ્ટીંગમાં ઘટાડો થયો છે તેના કારણેજ કેસ ઘટી રહ્યા છે દરરોજ હવે પહેલાની સરખામણીએ સીધાજ 30 ટકા જેટલો કેસમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ કડવી વાસ્તવિકતા સામે આવ્યા બાદ સરકાર આખરે શુ ઈચ્છી રહી છે તે મુદ્દે લોકો વિચારમાં પડી ગયા છે.

કોરોનાને કારણે રાજ્યમાં હાલ સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં રાત્રી કર્ફયું લાદી દેવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે બીજી તરફ ઘણા એવા પણ લોકો છે કે જેઓ કોરોનાને કારણે બેરોજગાર બન્યા છે જેથી લોકોમાં સરકારને લઈને પહેલાથી રોષનો માહોલ ફેલાયેલો છે.

હાલ પરિસ્થિતી એટલી ગંભીર છે કે સંક્રમણ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યું છે દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા પણ જલ્દી નથી મળી રહી તો સાથેજ હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા દિવસેને દિવસે કોરોનાને કારણે લોકો પર તેની માનસીક અસર થઈ રહી છે ત્યારે આવા સમયે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે જેના કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો