Entertainment

ફેસબુક ખોલવા બદલ લાફો મારવાની નવી નોકરી: છેલ્લા 9 વર્ષથી મહિલા કરે છે આ નોકરી…

જ્યારે પણ તમે ફેસબુક ખોલો છો ત્યારે કોઈ તમને થપ્પડ મારે તો તમને કેવું લાગશે? એક વ્યક્તિએ ફેસબુકની લતમાંથી મુક્તિ મેળવવા માટે આ કર્યું છે. આ વ્યક્તિનું નામ મનીષ સેઠી છે. તેઓ ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ છે. મનીષે ફેસબુકની લતમાંથી મુક્તિ મેળવવા માટે એક મહિલાને કામ પર રાખી છે. આ મહિલાનું નામ કારા છે.

જ્યારે પણ મનીષ ફેસબુક ખોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે કારા તેને જોરથી થપ્પડ મારે છે. આ કામ માટે કારાને કલાકના 8 ડોલર (લગભગ 600 રૂપિયા) મળે છે. થપ્પડના પ્રયોગથી કાર્યની કાર્યક્ષમતામાં 98% વધારો થયો. મનીષ 9 વર્ષથી ફેસબુકની લતથી છુટકારો મેળવવા માટે આ પ્રયોગ કરી રહ્યો છે.

તેણે 2012થી કારાને નોકરીએ રાખી છે. સેઠીએ 2012 ની જાહેરાતમાં લખ્યું હતું કે, “જ્યારે હું સમય બગાડતો હોઉં, ત્યારે તમારે મારા પર બૂમો પાડવી અથવા જરૂર પડ્યે મને થપ્પડ પણ મારવી પડે.”

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે આ વાયરલ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાને શેર કરતાં મસ્કએ આગનું ઇમોજી મૂક્યું હતું. એલોન મસ્કે શેર કરતાની સાથે જ મનીષ સેઠીએ પણ તેના પર જવાબ આપ્યો. તેણે લખ્યું કે આ તસવીરમાં હું જ છું. એલોન મસ્કના શેર પછી મારી પહોંચ કદાચ વધી જશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker