ADR Reportમાં સૌથી મોટો ઘટસ્ફોટ, ભાજપ પાસે છે અધધધ… સંપત્તિ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે ત્યારે આ રાજ્યમાં તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી મતદાતાઓને પોતાની તરફ આકર્ષિ રહ્યા છે આવામાં તમામ લોકો વિચારતા હશે કે આ રાજકીય પક્ષો પાસે આટલો ખર્ચ કરવાના પૈસા ક્યાંથી આવે છે પરંતુ આ સાથે જ કેટલાક લોકોને એ જાણવામાં પણ વધારે રસ છે કે, દેશના મોટા મોટા પક્ષો પાસે કુલ ભંડોળ કેટલું છે ત્યારે આજે અમે તણને જણાવીશું કે, ભાજપ, કોંગ્રેસ, એસપી, બીએસપીથી લઇ સ્થાનિક પાર્ટીઓ પાસે કેટલું ભંડોળ છે.

ચૂંટણી વિશ્લેષણ કરતી સંસ્થા ADRના એક રિપોર્ટમાં તમામ રાજકીય પક્ષોના ભંડોળની માહિતી આપવામાં આવી છે. ADRના રિપોર્ટ અનુસાર બીજેપી પાસે સૌથી વધુ સંપત્તિ છે. ભાજપે 4,847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે.

બીજા નંબરે બહેનજી એટલે કે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ 698.33 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 588.16 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે 2019-20માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની સંપત્તિ અને દેણદારીના તેના વિશ્લેષણના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે.

એડીઆરના વિશ્લેષણ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ અનુક્રમે રૂ. 6,988.57 કરોડ અને રૂ. 2,129.38 કરોડ હતી.

એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપ (રૂ. 4847.78 કરોડ, જે તમામ સંપત્તિના 69.37 ટકા છે), બસપા (રૂ. 698.33 કરોડ અથવા 9.99 ટકા) અને કોંગ્રેસ (588.16 કરોડ અથવા 8.42 ટકા) દ્વારા જાહેર કરવામાં આવી હતી. ત્યાં જ 44 પ્રાદેશિક પક્ષોમાંથી ટોચના 10 પક્ષોની સંપત્તિ 2028.715 કરોડ રૂપિયા હતી અથવા એવું પણ કહી શકાય કે તે તમામ દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિના 95.27 ટકા હતી. નાણાકીય વર્ષ 2019-20માં સમાજવાદી પાર્ટીએ પ્રાદેશિક પક્ષો વચ્ચે મહત્તમ સંપત્તિ રૂ. 563.47 કરોડ (26.46 ટકા) જાહેર કરી હતી. ત્યારબાદ TRSએ રૂ. 301.47 કરોડ અને AIADMK રૂ. 267.61 કરોડની ઘોષણા કરી છે.

Scroll to Top