ભાજપ સરકારને નડી રહી છે મંદી, પોતાનો જ વકરો એક લાખ કરોડથી ઓછો થઈ રહ્યો છે

ભાજપ સરકારને નડી રહી છે આર્થિક મંદી જેના લીધે તેમનો એક લાખ કરોડથી ઓછો થઈ રહ્યો છે જેથી સરકારને ખુબ ચિંતા થઈ રહી છે અને જીએસટી આવ્યા પછી સરકાર દરરોજ કઈ ને કઈ નિયમમો બદલાવ લાઈ રહ્યા છે જેના લીધે વ્યાપારીઓને ખુબ મુશ્કેલી પડી રહી છે અને જીએસટી ભરવામાં મુશ્કેલી આવી રહી છે અને જીએસટીનું કલેક્શન ઓછું થઈ રહ્યું છે.

ભાજપ સરકારએ મંદીના કારણે જે મુશ્કેલી આવી રહી છે તે માટે એમને જીએસટીની નીતિમાં થોડા બદલાવ લેવાની છે જેના લીધે જીએસટી ભરવામાં આસાની થાય. આર્થિક મંદીના સંકેતો દર્શાવતાં દેશમાં નાણાકીય વર્ષ 2019-20 માં બીજી વખત જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી ઓછું થયું હતું.

ઓગસ્ટ 2019 માં જીએસટીની મહેસૂલી આવક 98,202 કરોડ રહી છે. જુલાઈ 2019 માં જીએસટી કલેક્શન 1.02 લાખ કરોડથી વધુ રહ્યું હતું. તેમ નાણા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

સરકારે આ વખતે જીએસટી કલેકશન ઓછું થયું છે કે કારણે કે જીએસટી ભરવામાં વ્યાપારીઓને જીએસટી ભરવામાં તકલીફને લીધે અમુક વ્યાપારીઓ જીએસટી નહિ ભરતા જેના લીધે જીએસટી કલેકશન ઓછું થઈ રહ્યું છે. કુલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ગયા વર્ષે ઓગસ્ટમાં 93,960 કરોડની સરખામણીમાં આ વર્ષે તેમાં 4.51 ટકાનો વધારો થયો હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વખત જીએસટીની મહેસૂલી આવક 1 લાખ કરોડથી નીચે ગઈ છે. અગાઉ જૂન 2019 માં જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડ કરતાં થોડુંક ઓછું રૂ. 99,939 કરોડ રહ્યું હતું, જે જુલાઈ 2019 માં વધીને 1.02 લાખ કરોડ થયું હતું. ઓગસ્ટ મહિનામાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન 17,733 કરોડ, સ્ટેટ જીએસટી 24,239 કરોડ અને ઈન્ટેગ્રેટેડ જીએસટી કલેક્શન 48,958 કરોડ રહ્યું હતું, આઈજીએસટીમાં 24,818 કરોડનું જીએસટી કલેક્શન આયાતોમાંથી થયું હતું તેમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભાજપ સરકારે કહ્યું હતું કે આવતા મહિનામાં જીએસટીના કલેકશન ઘટાડો થયો છે જેના લીધે કે ઓગસ્ટમાં સેસ મારફત આયાતો પર 841 કરોડ સહિત કુલ 7,273 કરોડનું કલેક્શન થયું હતું. જુલાઈથી ઓગસ્ટના અંત સુધીમાં ફાઈલ કરવામાં આવેલ જીએસટીઆર 3બી રિટર્ન્સ (સ્વ-મૂલ્યાંકિત રીટર્નની સમરી)ની સંખ્યા કુલ 75.80 લાખ હતી. મંત્રાલયના નિવેદન મુજબ જૂન-જુલાઈ 2019 માટે જીએસટી વળતરરૂપે રાજ્યોને 27,955 કરોડ આપવામાં આવ્યા છે.

એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એકંદર જીએસટી કલેક્શન 5,14,378 કરોડ રહી છે, જે ગયા નાણાકીય વર્ષમાં 4,83,538 કરોડની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 6.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

સરકારે સીજીએસટી સ્વરૂપે 23,165 કરોડ અને રેગ્યુલર સેટલમેન્ટ તરીકે આઈજીએસટીમાંથી એસજીઅસ્ટીમાં 16,623 કરોડ સેટલ કર્યા છે. ઓગસ્ટ 2019માં રેગ્યુલર સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ જીએસટી કમાણી રૂ. 40,898 કરોડ સીજીએસટી માટે અને 40,862 કરોડ એસજીએસટી માટે રહી છે.

આર્થિક તંત્રમાં મંદી છવાયેલી છે. ઓટોમોબાઈલ અને એફએમસીજી સહિત વિવિધ સેક્ટર્સ મંદ વપરાશને કારણે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જીએસટીના આંકડામાં આ બાબતનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે. જોકે, સરકારે અનેક પ્રસંગોએ જણાવ્યું હતું કે તે બજેટમાં નિશ્ચિત કરાયેલો પરોક્ષ કર સંગ્રહનો ટાર્ગેટ પૂરો કરી લેશે.

નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે સીજીએસટીમાંથી 6.10 લાખ કરોડ અને કમ્પેસેશન સેસ તરીકે 1.01 લાખ કરોડના કલેક્શનની દરખાસ્ત કરી છે. આઈજીએસટી બેલેન્સ 50,000 કરોડ છે. નાણાકીય વર્ષ 2018-19 માં સીજીએસટી કલેક્શન 4.25 લાખ કરોડ જ્યારે સમ્પેન્સેશન સેસ 97,000 કરોડથી વધુ હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top