માં ના પવિત્ર નવ દિવસ એટલેકે નવરાત્રી માં જયારે થોડાકજ કલાકો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી માં ઘણા પવિવાદો બહાર આવતા હોય છે. તેવાજ અનેક વિવાદો ખુબજ મોટા વિવાદોનું રૂપ ધારણ કરી લેતા હોય છે. આજે એક એવોજ કિસ્સો સામે આવ્યો છે તો આવો જાણીએ. પોતાના વિવાદિત નિવેદનથી વારંવાર સમાચરમાં રહેનાર ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આજે ફરી એક વિવાદીત નિવેદન આપ્યું છે.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે નવરાત્રી પર લાઉડસ્પીકર અને ડીજે મોડી રાત સુધી વાગશે. આમ કોર્ટે નવરાત્રિને લઇને આપેલા આદેશને માનવાનો ઇન્કાર કર્યો છે. બધા નિયમ કાયદા કાનૂન માત્ર હિન્દુઓ માટે છે. અગાઉ બાબરી મસ્જિદ તોડવાને લઇને આપ્યું હતું. વિવાદિત નિવેદન નવરાત્રિને લઇને કોર્ટની ગાઇડલાઇન્સ નહી માનીએ તેમ જણાવ્યું. ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહે નવરાત્રિ પર લાઉડ સ્પીકર અને ડીજે મોડે સુધી વગાડવાને લઇને કહ્યું કે શું બધા નિયમ કાયદા કાનૂન માત્ર હિન્દુઓ માટે છે. અમે તેને નહીં માનીએ.
આ નવરાત્રિ પર અમે લાઉડસ્પીકર ડીજે બધુ વગાડીશું. કોઇ ગાઇડલાઇન્સ માનવામાં આવશે નહીં. પ્રજ્ઞા સિંહ ઠાકુરે નવરાત્રિને લઇને આપેલા નિવેદન બાદ જ્યારે કોર્ટના નિર્ણયને લઇને પૂછવામાં આવતાં કહ્યું કે અમને કોર્ટનો આ નિર્ણય મંજૂર નથી. સાધ્વી પ્રજ્ઞાને જ્યારે ભોપાલ ખાતે પત્રકાર દ્વારા પૂછવામાં આવતા આ જવાબ આપ્યો હતો.
આ પહેલી વખત નથી જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહે વિવાદીત નિવેદન આપ્યું છે. આ અગાઉ પણસાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવા પર મને ગર્વ છે. એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે બાબરી મસ્જિદનો ઢાંચો પાડવા પર કોઇ પસ્તાવો નથી. બાબરી મસ્જિદ તોડી પાડવા પર અમને ગર્વ છે.
આ અગાઉ મુંબઇના એટીએસ પ્રમુખ રહેલા અને આતંકવાદીઓની ફાયરિંગ પર શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદીત નિવેદન આપ્યું હતું. ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહે જણાવ્યું હતું કે રામ મંદિર નિશ્ચિત રૂપે બનશે. આ એક ભવ્ય મંદિર હશે. જ્યારે સમય અવધિને લઇને પૂછવામાં આવતાં કહ્યું કે અમે મંદિરનું નિર્માણ કરીશું. નવરાત્રી માં સ્પીકર વાગશે.