ભારત પાકિસ્તાન હમેશા આમને-સામને જોવા મળે છે, કેમ કે ભારત 10 વાર શાંત રહીને વાત કરે તો પણ પાકિસ્તાન એની અવળચંડાઈ ભૂલતું નથિ,ભારત-પાકિસ્તાન ની મેચમાં પણ એજ રસાકસી જોવા મળે છે,ત્યારે યુદ્ધમાં શુ હાલત હશે એ તમેં વિચારો,
તમેં ફિલ્મ જોવાના શોખીન હોઈ તો તમે બોર્ડર પિક્ચર જોયું હશે જેમાં એક મંદિરનો દ્રશ્ય છે જેમાં પાકિસ્તાન બોમ્બ ફેકે છે પરંતુ એક પણ બોમ્બ અહીં ફૂટતો નથી ,અમે આ મંદિર વિશે આજે આપને જણાવવા જઇ રહ્યા છે..તો વાંચો અને આવો ગૌરવશાળી મંદિરનો ઇતિહાસ શેર પણ કરજો..
ચમત્કારોનો ગઢ.
રાજસ્થાનના જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત તનોટ માતાનું લગભગ 1200 વર્ષ જૂનું મંદિર ઘણા હુમલાઓ બાદ પણ અડીખમ છે. રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત તનોટ માતાનું મંદિર આમ તો હંમેશાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પણ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર દેશવિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ બની ગયું.
હજારો બોમ્બ ફેંકાયા, ખરોચ પણ ન આવી.
એવું કહેવાય છે કે, 1965ના યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યે લગભગ 30 00 બોમ્બ ફેંક્યા હતા, પણ આ મંદિરને ખરોચય આવી નહોતી. એટલું જ નહિ, મંદિર પરિસરમાં જ 450 બોમ્બ ફૂટ્યા હતા. હવે તેને મંદિર પરિસરમાં એક સંગ્રહાલયમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યા છે. આ સાથે યુદ્ધ બાદ મંદિરની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ લઈ અહીં એક છાવણી બનાવી રાખી છે.
તનોટ માતાનું મૂળ સ્વરૂપ પાકિસ્તાનમાં.
આ મંદિરમાં વિરાજમાન તનોટ માતાને આવડ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે, જે હિંગળાજ માતાનું એક સ્વરૂપ છે. આ હિંગળાજ માતાનું શક્તિપીઠ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત છે. દર વર્ષે આશ્વિન અને ચૈત્ર નવરાત્રમાં વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.
મંદિર પાછળની માન્યતા.
આ મંદિર વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, તેમાંથી એક છે કે, મામડિયા નામના ચારણે સંતાન પ્રાપ્ત કરવા માટે હિંગળાજ શક્તિપીઠની સાત વાર પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પ્રસન્ન થઈને માતાએ તેને સ્વપ્નમાં આવીને તેની ઇચ્છા પૂરી કરી હતી, જેની પર ચારણે કહ્યું હતું કે, ‘તમે મારે ત્યાં જન્મ લો.’ માતાએ પ્રાર્થના સ્વીકારી પોતાની કૃપાથી ચારણને સાત પુત્રીઓ અને એક પુત્રના જન્મના આશીર્વાદ આપ્યા. આ સાત પુત્રીઓમાંથી એક હતી આવડ, જેમણે વિક્રમ સંવત 808માં ચારણના ઘરે જન્મ લીધો. ચારણની સાત પુત્રીઓ દૈવીય ચમત્કારોથી યુક્ત હતી.