લગ્ન દરમિયાન વરરાજાએ તેની દુલ્હનને જાહેરમાં ઉજાગર કરી નાંખી હતી. વરરાજાએ તમામ મહેમાનો સમક્ષ કન્યાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધો જાહેર કર્યા હતા. દુલ્હનનું તેના જીજાજી સાથે અફેર ચાલી રહ્યું હતું, જેનો વીડિયો વરરાજાએ બધાની સામે ચલાવ્યો હતો. લગ્ન દરમિયાનના વાતાવરણમાં નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે વરરાજાએ એક્સ-રેટેડ વીડિયો દ્વારા ખુલાસો કર્યો કે કન્યા તેના જીજાજી સાથે સંબંઘમાં છે. કથિત ક્લિપમાં, મહિલા તેની ગર્ભવતી બહેનના પતિ સાથે બેડ પર જોવા મળે છે.
વરરાજાએ કન્યાને સ્ટેજ પર ખુલ્લી પાડી દીધી
ઓનલાઈન શેર કરેલી ક્લિપમાં નવદંપતી ચીનમાં સ્ટેજ પર જોઈ શકાય છે. વરરાજાએ સ્ક્રીન પર વીડિયો ચલાવતા જ મહેમાનો એકદમ સ્તબ્ધ થઈ ગયા હતા. વરરાજાએ રિસેપ્શન હોલની દિવાલ પર પ્રોજેક્ટર દ્વારા વીડિયો પ્લે કર્યો હતો. લોકોને આ વાસ્તવિકતાની જાણ થતાં જ દુલ્હનના હોશ ઉડી ગયા હતા. તેણે ગુલદસ્તો તેના પતિ પર ફેંક્યો અને પછી બૂમો પાડવા લાગી. વરરાજાએ બૂમ પાડી, ‘તમને શું લાગે છે કે મને આ વિશે ખબર ન હતી?’ ટિકટોક પર શેર થયા બાદ આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
姐夫门:新郎婚礼现场播放新娘和姐夫啪啪影片😂 pic.twitter.com/wLy8mjWXIy
— ㊙️绿帽社🍀 (@lvmaoshetuite) December 27, 2019
તાજેતરમાં અપલોડ કરવામાં આવેલ વિડિયો 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઓન-સ્ક્રીન લખાણમાં લખ્યું હતું કે, ‘વરએ તેની ગર્ભવતી બહેનના પતિ સાથે પત્નીને છેતરવાનો વીડિયો ચલાવ્યો.’ એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘સાચું કહું તો કોઈ પણ 1000 ટકા આવું જ કરશે.’ બીજાએ લખ્યું, ‘તો તેણે લગ્નમાં આટલા પૈસા કેમ વેડફ્યા?’ એક યુઝરે તર્ક આપ્યો, ‘કદાચ તેને બહુ મોડું ખબર પડી અને લગ્ન તોડી નાખ્યા છતાં તેને પૈસા ચૂકવવા પડ્યા.’ એશિયા વનના એક અહેવાલમાં જણાવાયું છે કે આ દંપતી બે વર્ષ સુધી સાથે હતા અને તેમના લગ્નના દિવસના છ મહિના પહેલા સગાઈ કરી લીધી હતી.