પાંચ વર્ષ બાદ મળેલા સગા ભાઇએ પોતાની જ સુંદર બહેનને મોતને ઘાટ ઉતારી દીધી

લગભગ પાંચ વર્ષ બાદ જે ભાઈ તેની બહેનને મળ્યો તેણે જ નિર્દયતાથી તેની હત્યા કરી નાંખી. ઈરાકના કુર્દીસ્તાનમાં બનેલી આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે હત્યારો ભાઈ પોતાની બહેનથી નફરત કરતો હતો કારણ કે તે ટ્રાન્સજેન્ડર મહિલા હતી. અલગ થયાના વર્ષો પછી પણ તેનો ગુસ્સો ઓછો થયો નહોતો. તાજેતરમાં બંને સામસામે આવી જતાં તેણે તેની બહેનની હત્યા કરી નાખી હતી.

દુહોકથી 12 માઈલ દૂર લાશ મળી

‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ મુજબ આ ઓનર કિલિંગને અંજામ આપનાર વ્યક્તિની ઓળખ છકદાર આઝાદ તરીકે થઈ છે. આઝાદની બહેન ડોસ્કી આઝાદ ટ્રાન્સજેન્ડર હોવાના કારણે પાંચ વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું. તાજેતરમાં દુહોક શહેરથી 12 માઈલ દૂર એક ગામમાં 23 વર્ષીય ડોસ્કીનો મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય એક ભાઈએ હત્યા અંગે માહિતી આપી હતી

પોલીસે જણાવ્યું કે ડોસ્કી આઝાદના બીજા ભાઈ તરીકે પોતાની ઓળખ આપનાર વ્યક્તિએ તેના મૃતદેહ વિશે માહિતી આપી હતી. ડોસ્કીના કાકાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે લગભગ પાંચ-છ વર્ષ પહેલાં તે ઘર છોડીને નીકળી હતી ત્યારથી કોઈએ તેને જોઇ નથી. તે એમ પણ કહે છે કે ડોસ્કીએ ઘર છોડીને ભૂલ કરી હતી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

પરિવારના સંબંધો તૂટી ગયા હતા

ડોસ્કી આઝાદના પરિવારને તેમના જીવન સાથે કોઈ લેવાદેવા ન હતી. ડોસ્કી સલૂનમાં કામ કરતી હતી. તેના પિતાએ તેનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો, પરંતુ બાદમાં તે કોઈક રીતે તેને પરત મેળવવામાં સફળ રહી હતી. કારણ કે તેણે નવા વર્ષની ઉજવણી દુબઈમાં કરી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે હત્યારો ભાઈ 30 જાન્યુઆરીએ દેશ છોડી ભાગી ગયો છે.

Scroll to Top