દુનિયાનો એવો ખૂણો જ્યાં 1,60,000 લોકો માર્યા ગયા! પગ મૂક્તા જ લોકો થરથર કાપી જાય

દુનિયાનો ‘સૌથી ડરામણો’ ટાપુ જે 54 વર્ષથી સંપૂર્ણપણે બંધ છે. વર્ષ 1930 સુધી ત્યાં એક હોસ્પિટલ ચાલતી હતી, પરંતુ ત્યારબાદ તેના ડિરેક્ટરે ઊંચા ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે પછી ટાપુ વિશે વિવિધ વાતો બહાર આવવા લાગી, ત્યારબાદ તે સંપૂર્ણપણે બંધ થઈ ગઇ.

આ ટાપુનું નામ પોવેગ્લિયા છે. તે ઇટાલીના બે શહેરો વેનિસ અને લિડો વચ્ચે આવેલું છે. એવું માનવામાં આવે છે કે 14મી સદીમાં અહીં પ્લેગના કારણે લગભગ 1 લાખ 60 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં ઘણા મૃત્યુ થયા હતા, કારણ કે અહીં બ્લેક ડેથના શંકાસ્પદ લોકોને વેનિસમાં પ્રવેશતા પહેલા અલગ રાખવામાં આવ્યા હતા.

વર્ષ 1922 માં ટાપુની ઇમારતો માનસિક બીમારીથી પીડિત લોકોના આશ્રય માટે રાખવામાં આવી હતી. એવી અફવા છે કે ડૉક્ટરો ત્યાં દર્દીઓ પર પ્રયોગો કરતા હતા. જે બાદ એક દિવસ ડોક્ટરનું મોત થયું હતું. તબીબના સાધનો આજે પણ ખંડેર ઈમારતોની આસપાસ પથરાયેલા છે. આ પછી અહીં એક નર્સિંગ હોમ ચાલવા લાગ્યું. પરંતુ વર્ષ 1968માં તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.

છેલ્લા 54 વર્ષથી પોવેગ્લિયા આઇલેન્ડ અને અહીં હાજર હોસ્પિટલ સંપૂર્ણપણે બંધ છે. અહીંની ઈમારતો બગડવા અને સડવા માટે છોડી દેવામાં આવી હતી. વર્ષ 2015માં આ ટાપુને ફરીથી વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોવેગ્લિયા આઇલેન્ડ પર લક્ઝરી રિસોર્ટ બનાવવાની વાત થઇ હતી.એવું કહેવામાં આવ્યું હતું કે બિઝનેસમેન લુઇગી બ્રુગનારો આ જગ્યાને ડેવલપ કરવામાં રસ ધરાવે છે. પરંતુ પછી સોદો અધૂરો રહ્યો. પોવેગ્લિયા આઇલેન્ડ હજુ પણ નિર્જન અને ડરામણો છે.

અર્બન એક્સપ્લોરર્સના મેટ નાડીન અને એન્ડી થોમ્પસને પણ પોવેગ્લિયા આઇલેન્ડ પર એક વીડિયો બનાવ્યો હતો. જે તેણે ઓક્ટોબર 2020માં યુટ્યુબ પર પોસ્ટ કર્યો હતું. વીડિયોમાં તેણે ત્યાંની વર્તમાન સ્થિતિ બતાવી હતી. તેણે કહ્યું હતું – આ ટાપુ ખૂબ જ ભયંકર છે.

Scroll to Top