દીકરીના અંતિમ સંસ્કાર કરીને મેદાનમાં પરત ફર્યો ક્રિકેટર, પછી કરી નાખ્યું એવું કે…

દીકરીને ગુમાવ્યાના થોડા જ દિવસો બાદ, બરોડાના ક્રિકેટર વિષ્ણુ સોલંકીએ 2021-22ની રણજી ટ્રોફીમાં ચંદીગઢ સામે શાનદાર સદી ફટકારી છે. તમામ દુઃખોને પાછળ છોડીને આ બેટ્સમેને ભુવનેશ્વરના વિકાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સદી ફટકારી છે, જે દરેક રીતે ખાસ છે. જોકે, આ સદી ફટકાર્યા બાદ વિષ્ણુએ ઉજવણી કરી ન હતી અને ભારે હૈયે રમવાનું ચાલુ રાખ્યું હતું. વિષ્ણુ સોલંકીનો ચહેરો જોતાં જ તેની પીડા સ્પષ્ટ દેખાતી હતી. વિષ્ણુ સોલંકીએ પહેલા દીકરીના અંતિમ સંસ્કાર કર્યા અને પછી બીજી જવાબદારી નિભાવવા મેદાન પર પરત ફર્યા.

વડોદરા તરફથી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા સોલંકીએ બીજા દિવસની રમતના અંતે પોતાની સદી પૂરી કરી હતી. તેણે 161 બોલમાં અણનમ 103 રન સાથે દિવસનો અંત કર્યો. આ ઇનિંગના બળ પર બરોડા 400ની નજીક પહોંચી ગયું છે અને તેણે મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે.

વિષ્ણુ સોલંકીની પ્રશંસનીય ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. સોલંકીની આ બેટિંગની બધે ચર્ચા થઈ રહી છે.સોલંકીના જુસ્સાને ક્રિકેટરો સલામ કરી રહ્યા છે કારણ કે કોઈ પણ ખેલાડી માટે આટલું સહેલું નથી કે પોતાના ઘરમાં આટલી મોટી ઘટના પછી તે મેદાન પર રમવા માટે થોડી જ વારમાં ઉતરી જાય.

વિષ્ણુ સોલંકીની આ ઇનિંગને જોયા બાદ શેલ્ડન જેક્સન પણ પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શક્યા નથી. શેલ્ડન જેક્સને લખ્યું, ‘વિષ્ણુ સોલંકી અને તેના પરિવારને મારી સલામ, કોઈપણ ખેલાડી માટે આ સરળ નથી. વિષ્ણુને તેની સદી માટે શુભકામનાઓ અને આશા છે કે તે આ રીતે રમવાનું ચાલુ રાખે.

Scroll to Top