અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ત્રાસથી મહિલાઓ બની ભયભીત, તાલિબાનની કથની અને કરણીમાં જોવા મળ્યો મોટો ફરક

20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્નસ થતાં સૌથી સુરક્ષાને લઇને સૌથી વધુ ચિંતા મહિલા અને અલ્પસંખ્યક લોકોને સતાવી રહી છે. ઇસ્લામના કાયદાના હિમાયતી તાલિબાન રાજમાં મહિલાને કામ કરવાની આઝાદી પર પણ પ્રશ્નાર્થ છે. ત્યારે હવે ફરી 20 વર્ષ બાદ અફઘાનિસ્તાની (Afghanistan) સત્તા પર હવે તાલિબાનનો (Taliban) કબજો થઇ ગયો છે.

એક તરફ દેશનું ભવિષ્ય અંધારામાં ધકેલાઇ ગયું છે. તે સમયે બુધવારે એવો રિપોર્ટ સામે આવ્યો છે કે અફઘાનિસ્તાનમાં એક શિયા નેતાની મૂર્તિ તોડવાને (Taliban destroy Shia leaders statue) લઇને એક મિલિટેંટ ગ્રૂપ ઉગ્ર થઇ ગયું હતું અને દેશનો ઝંડો લઇને પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકોના મોત થયા છે. ત્યારે તાલિબાન શાસનને લઇને લોકોમાં ખૌફ વધી રહ્યો છે.

જો કે તાલિબાના અફઘાનિસ્તામાં કબ્જાના એક દિવસ બાદ જ તાલિબાને કંધારની એક બેન્કમાં 9 મહિલાને એવું કહીને ઘરે મોકલી દીધી હતી કે મહિલાઓને કામ કરવાની જરૂર નથી. અને કહ્યું મહિલાના સ્થાને ઘરના પુરૂષ નોકરી કરવા માટે આવી શકે છે.

આ ઉપરાંત તાલિબાને કેટલાક પ્રાંતમાં બાળકીઓને સ્કૂલ જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે તાલિબાનના પ્રવકતા સુહૈલ સાહિલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તાલિબાન બાળકીઓની શિક્ષા અને તેના કામ કરવાનો વિરોધ કરી રહ્યું નથી. અને આ તાલિબાનના શાસનમાં મહિલાઓને કામ કરવાની અને અભ્યાસ કરવાની પૂરતી આઝાદી મળશે. પરંતુ તાલિબાનની આ કથની અને કરણીમાં ઘણો મોટો ફરક સામે આવી રહ્યો છે.

આજે અફઘાનિસ્તનમાં કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં તાલિબાને શિયા મિલિશિયા નેતા અબ્દુલ અલી મજારીની પ્રતિમાને તોડી દીધી છે. જે 1990ના દશકમાં અફઘાનિસ્તાનના ગૃહયુદ્ધ દરમિયાન આ જ તાલિબાનની સામે લડ્યા હતા. જે મજારી અફઘાનિસ્તાનાન હજારા અલ્પસંખ્યક સમુદાયના શિયાઓના એક ચેમ્પિયન હતા.

જેમની સુન્ની તાલિબાનના પ્રથમ શાસન અંતર્ગત સતામણી કરવામાં આવી હતી. જો કે આ પ્રતિમા મધ્ય બામિયાન પ્રાંતમાં હતી. આ ઉપરાંત રિપોર્ટ પ્રમાણે તાલિબાન લડાકોએ પૂર્વી નંગરહાર પ્રાંતમાં અફઘાન રાષ્ટ્રીય ધ્વજના સમર્થનમાં રેલી કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી. જેમાં અમૂક લોકોના મોત થયા છે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

તાલીબાનના નિયમો, જેનાથી મહિલાઓ થઇ રહી છે ભયભીત

  • મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે.
  • સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ.
  • કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે.
  • મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર બહાર નીકળી શકશે નહીં.
  • કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહીં લઈ શકે.
  • મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ.
  • ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ઘરની અંદરની મહિલાઓ જોવા ન મળે.
  • મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહીં કરી શકે.
  • મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તકો અને ઘરમાં લગાવેલ ન હોવી જોઈએ.
  • મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહીં શકે.
  • મહિલાઓ નિયમ નહીં માને તો થશે સજા.

જો કે હાલમાં અફઘાનિસ્તાનમાંથી અન્ય દેશોએ પોતાના રાજદૂતો અને અધિકારીઓને બહાર કાઢવાનું કામ ઝડપી કરી રહ્યાં છે.

Scroll to Top