દિવાળી ના હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક મળતી માહિતી મુજબ હોવી લોકોને મળશે બોનસ.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરિંગ પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ આજે તેની ધિરાણનીતિ જાહેર થશે. જેમાં વ્યાજદરમાં ઘટાડા સ્વરૂપે લોકોને ‘દિવાળી ગીફ્ટ’ મળવાની અપેક્ષા છે.
આર્થિક પંડિતો અને નિષ્ણાંતો એવી આશા રાખી રહ્યાં છે કે અંકુશમાં રહેલા મોંઘવારી દર અને દબાણ હેઠળ રહેતા આર્થિક વિકાસદરને ધ્યાનમાં રાખી RBI રેપો રેટમાં વધુ એક વાર ઘટાડો કરી શકે છે. RBI ના ગવર્નર શક્તિકાંતા દાસે પહેલાં જ સંકેત આપી દીધા હતા કે મોંઘવારી દર નિર્ધારિત મર્યાદાની અંદર રહેતા નીતિ ગત વ્યાજદરોમાં ઘટાડાની સંભાવના રહેલી છે. ઓગસ્ટની ધિરાણનીતિમાં RBI એ વ્યાજદરમાં 0.35 ટકાનો તંગડો ઘટાડો કરી સૌને ચોંકાવી દીધા હતા. હાલ રેપોરેટ 5.40 ટકા છે.
RBI ની મોનેટરિંગ પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક 1લી ઓક્ટોબરે શરૂ થઇ હતી અને શુક્રવારે તેના પરિણામ જાહેર થશે. જેમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે જાહેર રજા રહી હતી.માંદા અર્થતંત્રને બેઠું કરવા સરકાર પ્રયત્નશીલ.ઉલ્લેખનિય છે કે સરકારે ધીમી પડેલી અર્થવ્યવસ્થાની ગાડીને પાટે ચડાવવા માટે ઘણા પગલાં લીધા છે.
જેમાં કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો કરાયો, વિદેશી રોકાણકારો ઉપર લાદેલા સુપર સરચાર્જ પણ પાછો ખેંચવામાં આવ્યો. ભારતનો આર્થિક વિકાસદર 6 વર્ષને તળિયે. નોંધનિય છે કે જૂન ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસદર ઘટીને 5 ટકાના સ્તરે આવી ગયો જે છેલ્લાં 6 વર્ષો સૌથી નીચો વૃદ્ધિદર મનાય છે. જે દેશમાં આર્થિક મંદી વકરી રહી હોવાના સંકેતો મળ્યા છે. RBI એ ચાલુ વર્ષે ચાર વખત વ્યાજદર ઘટાડ્યા.
RBI એ સતત ચાર વખત વ્યાજદર ઘટાડ્યા છે જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1.10 ટકા રેટ-કટ કર્યો છે. ઓગસ્ટની ધિરાણનીતિમાં આશ્ચર્યજનક રીતે રેપો રેટ 0.35 ટકા ઘટાડી 5.40 ટકા કર્યો હતો. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મોનેટરિંગ પોલિસી કમિટીની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે RBIએ બેન્કોને 1લી ઓક્ટોબરથી તેમની તમામ લોનના વ્યાજદરને ફરજિયાત પણે બાહ્ય બેન્ચમાર્ક રેટ સાથે જોડવા આદેશ કર્યો છે.
આ આદેશથી RBI દ્વારા વ્યાજદરમાં કરાયેલા ઘટાડાનો પુરતો લાભ લોન ધારકોને મળશે.ફરી 0.35 ટકાના રેટ-કટની આશા. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચે તેના એક અહેવાલમાં જણાવ્યું કે, અમને આશા છે કે મોનેટરિંગ પોલિસી કમિટી ચાર ઓક્ટોબર રોજ જાહેર થનાર RBI ની ધિરાણનીતિમાં વધુ એક વાર વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરશે. જેના પગલે બેન્કોને ફરજિયાતપણે તેમના ધિરાણદર ઘટાડવા પડશે અને તહેવાર ટાણે લોકોને સસ્તી લોનનો લાભ મળશે.
આજે પણ બેન્કના ગ્રાહકોએ કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે. બેન્કો દ્વારા સતત કરવામાં આવેલા પ્રયાસો છતા ગ્રાહકો સમક્ષ કોઇના કોઇ સમસ્યા આવતી રહે છે. કેટલીક વખત અમારૂ ઓનલાઇન ટ્રાન્જેક્શન પણ ફેલ થઇ જાય છે, માટે હવે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગ્રાહકોની તમામ સુવિધાને ધ્યાનમાં રાખતા એક નવો નિયમ બનાવ્યો છે.
જો તમારૂ ઓનલાઇન ટ્રાન્જેક્શન કોઇ કારણે ફેલ થઇ જાય છે અને એક દિવસની અંદર તમને પૈસા પરત નથી મળતા તો આ નિયમ વિશે જાણવુ ઘણુ મહત્વપૂર્ણ છે.આરબીઆઇએ એક સર્ક્યુલર જાહેર કરી કહ્યું છે કે ઓનલાઇન લેવડ-દેવડ ફેલ થઇ ગયા બાદ જો ગ્રાહકને એક દિવસની અંદર પૈસા પરત નથી મળતા તો બેન્ક અને ડિજિટલ વોલેટ્સે ગ્રાહકને દરરોજ 100 રૂપિયાની પેનલ્ટીની ચુકવણી કરવી પડશે.
આ નિયમ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI),ઇમીડિએટ પેમેન્ટ સિસ્ટમ (IMPS), ઇ-વોલેટ્સ, કાર્ડ-ટૂ-કાર્ડ પેમેન્ટ અને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) પર લાગુ થશે. માત્ર ડિજિટલ જ નહી, નોન-ડિજિટલ લેવડ-દેવડ માટે પણ કેન્દ્રીય બેન્કે ટાઇમલાઇન નક્કી કરી છે.
ઓનલાઇન પેમેન્ટ્સ,એટીએમ અને માઇક્રો એટીએમમાં ફેલ લેવડ-દેવડ માટે ખાતામાં પૈસા પહોચાડવા માટે પાંચ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આરબીઆઇના સર્કુલરમાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય વળતરની વાત હોય ત્યારે ગ્રાહકના ખાતામાં જલ્દી પૈસા પહોચી જવા જોઇએ અને તેની ફરિયાદ દાખલ કરાવવાની રાહ ના જોવી જોઇએ.