ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે

Gujarat Assembly Election 2022 Dates And Phases : ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

* ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
* ચૂંટણી પંચે વધુમાં કહ્યુ કે, કોઇપણ વ્યક્તિને બે કિલોમીટરના અંતર માં બુથ મળે તેવી તૈયારીકોઇપણ વ્યક્તિને બે કિલોમીટરના અંતરમાં બુથ મળે તેવી તૈયારી કરવામાં આવી છે.
* રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે.
* ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તેમાં 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે.
* મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
* ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે.

Scroll to Top