ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે યુવતીને મિત્રતા કરવી પડી ભારે, યુવકે અશ્લિલ વિડીયો બનાવ્યો અને પછી…

ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકોનાં સંપર્કમાં આવનાર યુવતીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેમકે આ સમાચાર તેમની ચિંતા વધારી શકે છે કેમકે હાલના સમયગાળામાં યુવતીઓ ઈન્સ્ટાગ્રામ અજાણ્યા વ્યક્તિઓ સાથે સંબંધ બનાવતી રહે છે જેના કારણે ક્યારેક તેને પછતાવોનો વારો આવે છે. આ ઘટનામાં કંઇક એવું જ થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઈન્સ્ટાગ્રામ પર બનેલાં મિત્રો પર ભરોસો વ્યક્ત કરવો એક યુવતીને ભારે પડ્યો છે. બે યુવકો દ્વારા યુવતીને નશીલો જ્યુસ પીવડાવીને તેને બેભાન કરી નાખવામાં આવી હતી. ત્યાર બાદ તેનો ન્યૂડ વિડીયો અને ફોટોસ પણ પાડી લીધા હતા. ત્યાર બાદ યુવક દ્વારા યુવતીને બ્લેકમેઈલ કરીને પાંચ લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં પાંચ લાખ રૂપિયા લીધા બાદ પણ બંને યુવકો વધુ પૈસા માટે યુવતીને બ્લેકમેઈલ કરી રહ્યા હતા. તેના લીધે કંટાળીને યુવતીએ આ બાબતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી.

આ ઘટનામાં બેંગલુરુમાં રહેનારી 21 વર્ષીય યુવતી દ્વારા બસવનાગુડી મહિલા પોલીસ સ્ટેશનમાં તેના અશ્લીલ વિડીયો અને તસ્વીરોના મારફતે બ્લેકમેઈલ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતી દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર ચિરાગ અને હર્ષિત નામના યુવક સાથે તેની મિત્રતા થઈ ગઈ હતી. 5 સપ્ટેમ્બર 2020 ના રોજ તે ચિરાગ નામના યુવકના સંપર્કમાં આવતા તેની સાથે વાતચીત શરુ કરી હતી. ત્યાર બાદ એકબીજાના નંબરની પણ આપ-લે પણ કરી હતી. જ્યારે 26 સપ્ટેમ્બરના રોજ તેના માતા-પિતાને મળાવવાનું જણાવી તે મને મૈસુર લઈને આવી ગયો હતો.

જ્યારે મૈસુર પહોંચતાની સાથે જ આરોપી ચિરાગ યુવતીને તેના માતા-પિતાના ઘરે લઈ જવાને બદલે યુવતીને એક રૂમમાં લઈને ચાલ્યો ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ રૂમમાં ચિરાગ દ્વારા યુવતીને નશીલો જ્યુસ પીવડાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પીડિતા બેભાન અવસ્થામાં થઈ ગઈ હતી. પીડિતા દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બેભાન થયા બાદ ચિરાગ અને હર્ષિત દ્વારા તેના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા.

ત્યાર બાદમાં આ વિડીયો અને ફોટો મારફતે બંને આરોપીઓ દ્વારા યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ધમકી પણ આપવામાં આવી હતી કે, જો પૈસા નહીં આપે તો તેના ફોટોસ અને વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખશે.

બંને યુવકોની ધમકીથી ગભરાયેલી યુવતી દ્વારા બંને આરોપીઓને પાંચ લાખ રૂપિયા પણ આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, પાંચ લાખ રૂપિયા લેવા છતાં પણ બંને આરોપીએને સંતોષ થયો નહોતો. તેના પછી પણ તેઓએ ફરીથી યુવતીને બ્લેકમેઈલ કરીને એક હોટલમાં પણ બોલાવી હતી અને હોટલના રૂમમાં તેને બંધ કરીને પૈસા આપવા માટે પણ ધમકી આપી હતી. તેમ છતાં કંટાળેલી યુવતી દ્વારા અંતે પીલીસની મદદ લેવામાં આવી હતી. યુવતી દ્વારા ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓને શોધવાનું શરુ કરી દીધું છે.

Scroll to Top