ડોક્ટરે પ્રાઇવેટ ફોટો અપલોડ કર્યો, ગર્લફ્રેંડે દોસ્તો સાથે મળી આપી ભયાનક સજા

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક યુવતીએ સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટા અપલોડ કર્યા પછી તેના લિવ-ઇન પાર્ટનર સાથે ભયંકર બદલો લીધો હતો. તેણે મિત્રો સાથે મળીને લિવ-ઈન પાર્ટનર વિકાસની હત્યા કરી નાખી હતી. હત્યા કરાયેલો યુવક વ્યવસાયે ડોક્ટર હતો જ્યારે હત્યાની આરોપી યુવતી આર્કિટેક છે.

સોશિયલ મીડિયા પર અશ્લીલ તસવીર પોસ્ટ કરવાને કારણે ડૉ.વિકાસ અને તેના લિવ-ઇન પાર્ટનર વચ્ચે વિવાદ થયો હતો. બંને થોડા દિવસોમાં લગ્ન કરવાના હતા પરંતુ તે પહેલા જ યુવતીએ તેના પ્રેમીની હત્યા કરી નાખી.

તસવીર અપલોડ કરવાને લઈને વિવાદ થયો હતો

મળતી માહિતી મુજબ છોકરી અને તેની માતાની નગ્ન તસવીરો કોઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. તસવીરો બીજા મિત્રને પણ મોકલી હતી. જ્યારે યુવતીએ તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના જ પાર્ટનર ડૉ. વિકાસે તે તસવીરો ફેક આઈડી દ્વારા અપલોડ કરી હતી. 10 દિવસ પહેલા યુવતીની તેના લિવ ઈન પાર્ટનર સાથે પણ આ જ વાતને લઈને ઝઘડો થયો હતો.

આ પછી યુવતીએ તેના ત્રણ દોસ્તો સાથે મળીને વિકાસ સાથે બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો. યુવતીએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા અને ચારેય જણાએ ડોક્ટર વિકાસને અશ્લીલ ફોટા અપલોડ કરવા માટે માર મારવાનું શરૂ કર્યું.

મિત્રોને ઘરે બોલાવીને બોયફ્રેન્ડને માર માર્યો

આ દરમિયાન હત્યાની આરોપી પ્રેમિકાએ વિકાસ પર ફ્લોર સાફ કરવાની લાકડી અને બોટલ વડે હુમલો કર્યો હતો. જે બાદ તે ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. આ પછી વિકાસને જયશ્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તબીબોએ તેને સેન્ટ જોન્સ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટર કોમામાં ચાલ્યો ગયો હતો અને 14 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામ્યો હતો. તેના આખા શરીર પર ઉઝરડા હતા. તે ચેન્નાઈનો રહેવાસી હતો.

ડોક્ટર વિકાસ યુક્રેનથી એમબીબીએસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. હત્યાની આરોપી યુવતી સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી હતી. બંનેના પરિવારને તેમના લિવ-ઈનમાં રહેવાની પહેલેથી જ જાણ હતી. હત્યા કેસમાં બેંગ્લોર પોલીસે આરોપી યુવતી અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે. ચોથો આરોપી ફરાર છે. પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Scroll to Top