ચંડીગઢ માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માત્ર 14 વર્ષની ઉંમરની છોકરી તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. જો કે આ પુખ્ત વયની છોકરીએ તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરતા આ છોકરીનો મામલો છેક પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પહોંચી ગયો હતો જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
જો કે આ પુખ્ત વયની છોકરી એક વર્ષ પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જણાવવામાંઆવી રહ્યું છે, અને તેને તેના આ પ્રેમી સાથે નિકાહ કરી લીધા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે તેના પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધ કરીને પકડી લીધી હતી. જો કે આ દરમિયાન 2020માં આ યુવતીએ તેના માતાપિતા સાથે જવાની ના પાડી દીધી હતી જેના કારણે તેને પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં રાખી હતી. જોકે, ત્યાંથી પણ તેનો પ્રેમી તેને ફેબ્રુઆરીમાં ભગાડીને લઇ ગયો હતો અને ત્યારબાદથી તે બંને યુવક અને યુવતી ગાયબ થઇ ગયા છે.
જો કે આ છોકરીના 2020માં તેના મા-બાપના ઘરેથી ભાગી જતા તેમને પોલીસમાં છોકરીના પ્રેમી સામે અપહરણનો આરોપ લગાવ્યો હતો જો કે પોલીસ આ મામલે કોઈ પણ ફરિયાદ નોંધી ન હતી. જેના કારણે આ કેસમાં કોઈ આગળ ખાસ કાર્યવાહી ના કરવામાં આવતા આ છોકરીના મા-બાપે આખરે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેના અકરાંને આ સમગ્ર મામલે છેક હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો. ત્યારે આ હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરતા હરિયાણાના નુહ જિલ્લાના એસપીનો ઉધડો લઈ સાત મહિનાથી છોકરીનો પત્તો કેમ નથી લાગ્યો તે સવાલ કરતા તેને જલ્દીથી જલ્દી શોધી કાઢવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કોર્ટના આદેશથી પોલીસ દોડતી થઈ ગયેલી હતી. અને આ છોકરીને એક જ અઠવાડિયામાં શોધી કાઢી હતી.
ત્યારબાદ આ છોકરીને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેણે પોાતના પ્રેમી સાથે નિકાહ કરી લીધા છે, પરંતુ હવે તે તેના માતાપિતા સાથે રહેવા માગે છે. છોકરી માતાપિતા સાથે જવા તૈયાર હોવાથી અને તેઓ પણ તેને રાખવા માગતા હોવાથી કોર્ટે છોકરીની કસ્ટડી તેના માતાપિતાને આપી દીધી હતી. જોકે, બાદમાં આ મામલે એવો ધડાકો થયો હતો કે છોકરીની ઉંમર પુખ્ત 14 વર્ષ જણાવતા તેના પ્રેમીએ બનાવટી આધાર કાર્ડ બનાવડાવ્યું હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે આ મામલે છોકરી ના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, હેબિયર્સ કોર્પસમાં તેમણે દાવો કર્યો હતો કે છોકરી માત્ર 14 વર્ષની છે અને તે જે છોકરા સાથે રહે છે તેણે તેનું અપહણ કરી તેને ગોંધી રાખી છે. અને છોકરીનું નામ પણ બદલાવી દેવામાં આવ્યું છે અને તેનું આધાર કાર્ડ પણ બનાવટી બનાવડાવાયું છે.
જો કે બાદમાં છોકરી એ કોર્ટમાં જણાવ્યું હતું કે તેને માતાપિતા સાથે નહીં, પરંતુ પોતાના પ્રેમી સાથે જ રહેવા માંગે છે. પરંતુ, છોકરીની ઉંમર માત્ર 14 વર્ષ હોવાનું ધ્યાને આવતા કોર્ટે જણાવ્યું હતું કે તે 18 વર્ષની ના થાય ત્યાં સુધી પ્રેમી સાથે રહી શકશે નહિ. જો કે આ મામલે છોકરીએ તેના માતાપિતા સાથે રહેવા ના માગતી હોવાથી આખરે કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહને સોંપી દીધી હતી.