પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના આગળના 10 પિલર સ્થંભને સુવર્ણ જડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પૈકીના 2 સ્થંભ સોનેથી મઢાયા છે. આમ સોમનાથનો ફરી સુવર્ણયુગ આવ્યો તેવું કહી શકાય.
સોમનાથ મંદિરને મુખ્ય સુવર્ણ દાતા દીલીપ લખી પરિવાર દ્વારા સોનું દાનમાં અપાઈ રહ્યું છે.
અગાઉ 110 કિલો સોનું દાનમાં આપવામાં આવ્યુ હતુ, જેમાં મંદિર ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરૂ, થાળું, નાગ સહિત સોનાથી મઢાઈ ચુક્યુ છે, ત્યારે તાજેતરમાં ફરી 30 કિલો સોનું દાનમાં આપતાં તેમાંથી ગર્ભગૃહની આગળના કુલ 72 પૈકીના 10 સ્થંભોને સુવર્ણ જડિત કરવાનું કામ શરૂ કરાયું છે.
જેના ફર્મા દિલ્હી સ્થિત અંબા લક્ષ્મી જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે. આમ 2 પિલર હાલ સોનાથી મઢાઈ ચૂક્યા છે. જેમાં ઓમ, સ્વસ્તિક દીવડા, કળશ, ત્રિશુળ જેવા ચિન્હો રખાયા છે. ત્યારે આગામી સમયમાં આગળના 10 સ્થંભો પિલરો સોનેથી મઢાશે. એટલે સુવર્ણજડિત સોમનાથના દર્શન કરી ભાવિકો ધન્ય બનશે.
સોમનાથ મંદિરને સોનાના દાતા દિલીપભાઈ લખી પરીવાર દ્વારા દાન મળી રહ્યુ છે. હાલ તેમણે વધુ 30 કિલો સોનાનું દાન આપતાં મંદિરની અંદર આવેલ 72 પિલર સ્થંભો પૈકીના 10 આગળના પિલર મઢવાનું કામ ચાલી રહ્યું છે તેવું સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતુ.