- 3 મહિનામાં કાયદો અમલમાં આવશે, 15 દિવસમાં ફરિયાદનું નિરાકરણ કરવાનું રહેશે
- પોસ્ટ શેર કરનારનું નામ જણાવવું પડશે
- ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિજિટલ પ્લેટફોર્મને પણ માફી પ્રસારિત કરવી પડશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વાર ઓટીટી પ્લેટફોર્મ અને ન્યૂઝ વેબસાઈ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા તેમણે એવો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયાના એબ્યૂઝ અ મિસયુઝ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો માટે નિકાકરણ લાવવું જરૂરી છે. જે માટે એક ફોરમ મળવું જોઈએ અને તે ફોરમ માટે દરેક કંપનીઓએ એક વ્યવસ્થા બનાવવી જોઈએ.
આ ગાઈડલાઈન વીશે જો સરળતાથી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદોને સાંભળવા માટે એક અધિકારી રાખવો જોઈએ…અને તેનું નામ પણ તેમણે જાહેર કરવું જોઈએ. જે વ્યક્તિ કંપની દ્વારા રાખવામાં આવશે તે કંપનીએ 15 દિવસમાં ફરિયાદ દૂર કરવી પડશે..અને જો ફરિયાદ અશ્લિલતાને અનુલક્ષીને હશે તો 24 કલાકની અંદર જે તે કન્ટેન્ટને હટાવવો પડશે..
સાથેજ જો કોઈ પણ પ્રકારને કન્ટેન્ટ સોશિયલ મીડિયામાંથી હટાવામાં આવે તો યુઝર્સને પણ તમારે પુરતા કારણો આપવા પડશે. પછીજ કન્ટેન્ટને હટાવી શકાશે.
સમગ્ર મામલે સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ ન્યૂઝ પ્લેટફોર્મ પોતાને નિયંત્રિત કરવાની વ્યવસ્થા છે..અને જે રિતે ફિલ્મો માટે સેન્સર બોર્ડને રાખવામાં આવે છે. તેવીજ વ્યવસ્થા એટીટી પ્લેટફોર્મ માટે પણ કરવામાં આવી જોઈએ..સાઅને કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવામાં આતા દરેક કન્ટેન્ટ યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ.
સરકાર દ્વારા જે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે ગાઈડલાઈન અનુસાર જો કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર અફવા અતવા તો ખોટો કન્ટેન્ટ પોસ્ટ થયો..તો જેતે પ્લેટફોર્મના માલિકે સાબિત કરવું પડશે. કે આ કન્ટેન્ટ તમે ક્યાથી લીધો. સાથેજ એ વાતની તપાસ કરવામાં આશે કે કન્ટેન્ટ તમને કોણે આપ્યો છે. અને જો તમે કોઈ યુઝર્સના કન્ટેન્ટને હટાવા પણ માંગો છો. તો તમારે તેનું કારણ પણ જણાવવું પડશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એવું પણ કહ્યું કે ડિજિટલ મીડિયા માટે હાલ કોઈ બંધન નતી અને ઓટીટી પ્લેટફોર્મ કોઈ નિયમોને ફોલો નથી કરી રહ્યું. જેથી તેમણે કહ્યું કે દરેક મીડિયા પ્લેટફોર્મ માટે એખ ન્યાયિક વ્યવસ્થા હોવી જોઈએ અને તે વ્યવસ્થા અંતર્ગત દરેક લોકોએ નિયમોનું પાલન કરવું પડશે. જેથી કરીને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે.
સોશિયલ મીડિયા માટેના નવા નિયમો
- સોશિયલ મીડિયા કંપનીએ યુઝર્સની ફરિયાદોના નિકાલ માટે એક અધિકારી રાખવો પડશે અને તેનું નામ પણ જણાવવું પડશે
- આ અધિકારીને 15 દિવસની અંદર ફરિયાદનું નિરાકરણ કરવાનું રહેશે.
- ન્યૂડિટી અંગે જો ફરિયાદ થાય છે, તો 24 કલાકની અંદર આ કન્ટેન્ટને હટાવવું પડશે
- આવી કંપનીઓએ દર મહિને એક રિપોર્ટ આપવાનો રહેશે. જેમાં કેટલી ફરિયાદ આવી અને તેના પર શું કાર્યવાહી થઈ? તે જણાવવું પડશે.
- કોઈ પણ ફરિયાદ પર 24 કલાકની અંદર કાર્યવાહી થવી જોઈએ અને 15 દિવસમાં જ નિકાલ કરવાનો રહેશે.
- કોઈ પણ અફવા કે ફેક ન્યૂઝ પહેલા કોણે શેર કર્યાં, તેની તપાસ કરવાની રહેશે.
- જો ભારત બહારથી પણ કોઈ આવા ખોટા કન્ટેન્ટ પોસ્ટ કરે છે, તો તમારે જણાવવું પડશે કે, પ્રથમ વખત આવું ટ્વીટ કે કન્ટેન્ટ કોણે પોસ્ટ કર્યું છે
- જો તમારે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સના કન્ટેન્ટને હટાવવો હોય, તો તમારે તેનું કારણ પણ જણાવવાનું રહેશે.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુઝર્સનું વેરિફીકેશન કરવાનું રહેશે. જો કે હાલ સરકાર હસ્તક્ષેપ નહીં કરે.