Video: રસગુલ્લા ખવડાવવા પર દુલ્હન પર ભડક્યો વરરાજ, સ્ટેજ પર જ વાળ પકડી મોં માં ઠૂસ્યા

બોલિવૂડ ફિલ્મોમાં લગ્ન ખૂબ જ ભવ્ય અને અલગ અંદાજમાં બતાવવામાં આવે છે, પરંતુ ખરેખરમા જે લગ્નો થાય છે તે દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ બને છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આવા અનેક વીડિયો જોવા મળે છે. આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક લગ્નનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વર કન્યાને બળજબરીથી તેના વાળ પકડીને રસગુલ્લા ખવડાવતો જોવા મળે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો વરરાજા પર ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે.

વરરાજા દ્વારા દુલ્હનને બળજબરીથી મીઠાઈ ખવડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દુલ્હન સ્ટેજ પર પહેલા વરરાજાને રસગુલ્લા ખવડાવી રહી છે. આ પછી જ્યારે વરનો રસગુલ્લા ખવડાવવાનો વારો આવે છે, ત્યારે તે કન્યાને વાળથી પકડી લે છે અને જબરદસ્તીથી કન્યાના મોંમાં રસગુલ્લા ઠુંસી દે છે. સૌથી મોટી વાત એ છે કે વર-કન્યાની આજુબાજુ હાજર રહેલા લોકો પણ વરરાજાનું આ વર્તન જોઈને ચોંકી ગયા નથી. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ આના પર ભારે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

લગ્નના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, જ્યારે શરૂઆતમાં વરનું વર્તન આ પ્રકારનું હોય છે, તો આવનારા સમયમાં દુલ્હનનું જીવન કેવું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આવી જ રીતે અન્ય એક યુઝરે વરને ખૂબ જ હિંસક માણસ ગણાવ્યો છે અને લખ્યું છે કે આ મજાક નથી, પરંતુ દુર્વ્યવહાર છે. ત્યાં જ તે આવનારા સમયનો સંકેત પણ છે. એક યુઝરે લખ્યું છે કે તે માની નથી શકતો કે દુલ્હનના પરિવારના સભ્યોએ આવું થવા દીધું અને તેઓએ કંઈ કર્યું નથી.

Scroll to Top