અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલીક ચૂંટણી લક્ષી અટકળો સામે આવી રહી છે એક બીજા પ્રત્યે આરોપ પ્રતિઆરોપ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના ભાજપની ઉમેદવાર ભારતીબેન શિયાળની વિરોધમાં મેસેજ વાયરલ થયો છે.
ભારતીબેને કન્યા છાત્રાલયના વિકાસ માટે 10 ટકા કમિશન લીધાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. ભારતીબેને જે.જી ભુંગાણી કન્યા છાત્રાલયને ગ્રાન્ટ માટે કમિશન લીધું હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. વાયરલ મેસેજના તમામ દાવાના દસ્તાવેજ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગ્રાન્ટ પાસ કરાવવા 15 ટકા કમિશન લેવાતુ હોવાનો મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે. જે ટ્રસ્ટમાં અભ્યાસ કર્યો તે જ છાત્રાલયના વિકાસ માટે તેમણે કમિશન લીધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લાઠીદડ કન્યા છાત્રાલયના વિકાસ વહિવટકર્તાઓએ ગ્રાન્ટ માગી હતી. અને 10 ટકા કમિશન માટે વહિવટ કર્તાઓની સહમતિ બાદ ગ્રાન્ટ આપવામાં આવી હતી.
ભારતીબેને રૂપિયા 5 લાખ માટે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો હતો. છાત્રાલયને કમિશન બાદ કર્યા બાદ રૂપિયા 4.5 લાખની ગ્રાન્ટ મળી હતી. ત્યારે બોટાદ ના નાગલપર ગામના વચેટિયાને કમિશન અપાયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સૌજન્ય: VTVGujrati news