હાર્દિકના આંદોલનની આગ ધીમે ધીમે પ્રસરી રહી છે, આ શહેરોમાં પણ થયું કંઈક આવું

અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે રાજકોટના પડધરીમાં પાસના આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાસના આગેવાનોએ ખેડૂતોનું દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માગ કરી. હાર્દિક પટેલના આંદોલનને સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. ભાવનગરના શિહોરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાસના કાર્યકરોએ ઉપવાસ શરૂ કર્યા છે.

શિહોરના સુરકા ગામે 150થી વધુ લોકો અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે. જેમાં કેશુ ભગત નામના વ્યક્તિએ અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મહિલાઓએ થાળી નાદ કરીને સમર્થન આપ્યું છે. તો ભેંસાણમાં પાટીદાર સમાજે કલેકટરને આવેદન આપીને રજૂઆત કરી. જામનગર પાસના સભ્યો અને પાટીદાર સમાજના લોકોએ ગોકુલ નગર નજીક ઉમા ખોડલ માતાજીના મંદિર પરિસરમાં ઉપવાસ પર બેઠા.

સુરતના કામરેજમાં પાસ કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા

હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસના સમર્થનમાં સુરતના કામરેજમાં પાસ કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા. સમર્થકોએ આખો દિવસ કામકાજથી અળગા રહીને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે અને સરકાર સામે રામધૂન કરીને સુત્રોચ્ચાર કર્યા. દ્વારકા જિલ્લાના સઈ દેવળીયા ગામમાં 300થી વધારે લોકો તેમજ જીલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપવાસ પર બેઠા. જામ-જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિત જીલ્લા પંચાયતના મેરગ ચાવડા અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપવાસ છાવણીમાં બેસીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે. બોટાદના પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તો સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્દિકને સમર્થન આપવા માટે પાટીદાર ગામડાઓમાં રામધુન કરી હતી. પ્રાંતિજના સોનાસણ ગામમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં રામધુન કરી હતી.

બોટાદમાં પાસ દ્વારા આવેદન

હાર્દિક પટેલના અમરાણાત ઉપવાસના સમર્થનમાં બોટાદના પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. પાસના આગેવાનોનો આક્ષેપ છે કે, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં કોઈને જવા દેવામાં આવતા નથી. જેથી સરકારના વિરોધમાં આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા આવેદન દરમ્યાન પાસના આગેવાન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા.

અમદાવાદમાં પડધરી પાસ દ્વારા આવેદન

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે પડધરી પાસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ. પાસના આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનને સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદન આપવામાં આવ્યુ છે. પાસ આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોનુ દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માંગ કરી હતી.

હાર્દિકને સમર્થન આપવા પાટીદાર ગામડાઓમાં રામધૂનનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્દિકને સમર્થન આપવા માટે પાટીદાર ગામડાઓમાં રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પ્રાંતિજના સોનાસણ ગામમાં પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં રામધુન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રામધુન ખેડુતોની દેવામાફી અને અનામતની માંગ સાથે યોજાઈ છે અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો યોજવાનું પાસ કન્વીનરો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

ભેસાણ પાટીદાર સમાજ હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં ભેસાણ પાટીદાર સમાજ સામે આવ્યો છે. તેમણે કલેકટરને આવેદન આપ્યું હતું. રાજ્યપાલને સંબોધિત પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પટેલ સમાજના લગભગ 90 ટકા જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે રાજ્યની તત્કાલીન સરકાર તેમના દેવા માફ નથી કરી રહી અને પાટીદાર યુવાનોને પણ અન્યાય કરી રહીં છે. યુવાનો પર ખોટા રાજદ્રોહના કેસ કરી પરેશાન કરી રહી છે તેવી પ્રવૃતિ બંધ કરવા સહિત પાટીદાર યુવાનો પર અનામત આંદોલન દરમ્યાન કરાયેલા કેસ પણ પાછા ખેંચવા જોઇએ.

દ્વારકાના સઈ દેવળીયામાં પાટીદારોએ શરૂ કર્યા ઉપવાસ

અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાઓ પર પાટીદારો દ્વારા ઉપવાસ શરૂ કરાયા છે. જેમાં દ્વારકા જિલ્લાના પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. સઈ દેવળીયા ગામના પાટીદારો અનામત અને ખેડુતો માટે લડતા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે. જેમાં 300થી વધારે પાટીદાર સમાજના લોકો તેમજ જીલ્લા કોંગ્રેસના આગેવાન ઉપવાસ કરી રહ્યા છે. જેમાં જામ-જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિત જીલ્લા પંચાયતના મેરગ ચાવડા અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપવાસ છાવણીમાં બેસીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે.

પ્રાંતિજમાં પાટીદારોએ પ્રતિક ઉપવાસ સાથે રામધૂન કરી

પ્રતિકના ઉપવાસની આંચ રાજયનાં ઘણા બધા સ્થાનો સુધી પહોંચી ચુકી છે.પ્રતિકના તરફદારો પોતાની રીતે તેને સહાયરૂપ બની રહ્યા છે.પ્રાંતિજ નગરના સોનાસણ ખાતે હાર્દિકના સમર્થનમાં તેના સમર્થકો એ પણ ઉપવાસ કરીને તેને સાથ આપ્યો છે. તેના સમર્થન હેતુ પાટીદારોએ સવારનાં આઠ વાગ્યાથી એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ સાથે રામધુન કરી હતી.

જામનગરમાં હાર્દિકના ઉપવાસના સમર્થનમાં મહિલાઓ જોડાઈ

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં જામનગર પાસના સભ્યો અને પાટીદાર સમાજના લોકો ઉપવાસ પર બેઠા હતા. ગોકુલ નગર નજીક આવેલા ઉમા ખોડલ માતાજીના મંદિર પર ઉપવાસ યોજવામાં આવ્યા હતા. જય સરદાર લખેલી ટોપી સાથે પાસ સભ્યો ઉપવાસમાં જોડાયા હતા.આ ઉપવાસમાં મહિલાઓ પણ જોડાઇ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top