BollywoodEntertainment

પઠાણની ફિલ્મમાં દીપિકાનો ફર્સ્ટ લૂક જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઇ!

દીપિકા પાદુકોણની એક્ટિંગની સાથે સાથે લોકો તેની સુંદરતા પર મરવા માટે પણ તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિમાં તેની આગામી ફિલ્મ પઠાણ સતત લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

બેશરમ રંગમાં દીપિકાનો ફર્સ્ટ લુક

ફિલ્મમાં દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન અને જોન અબ્રાહમની ત્રિપુટી લોકોનો ઉત્સાહ વધારી રહી છે. આ એક્શન થ્રિલર ફિલ્મનું પહેલું ગીત 12 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીતનું નામ છે બેશરમ રંગ અને રિલીઝ પહેલા આ ગીતમાં દીપિકાની એક ઝલક ચાહકોના દિલના ધબકારા વધારવા માટે કાફી છે.

7 Deepika Padukone Hot Pics from Pathaan Teaser! - Just for Movie Freaks

બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી અભિનેત્રી

દીપિકા પાદુકોણની ટોન બોડી અને ગોલ્ડન મોનોકિનીએ તેના ચાહકોના હોશ ઉડાવી દીધા છે. બોલ્ડ અંદાજમાં જોવા મળેલી આ અભિનેત્રીએ લોકોની ઉત્તેજના વધારી દીધી છે. ફેન્સ ફરી એકવાર શાહરૂખ ખાન અને દીપિકાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવાના છે. ફિલ્મના પહેલા ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણ તેના અત્યાર સુધીના સૌથી હોટ અવતારમાં જોવા મળી શકે છે.

Pathan' teaser released on Shahrukh's birthday, Deepika's killer look  stunned fans - Edules

ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

જ્યારે પણ દીપિકા અને શાહરૂખ ખાનની જોડી મોટા પડદા પર આવી છે ત્યારે ફિલ્મ હિટ સાબિત થઈ છે. અગાઉ ઓમ શાંતિ ઓમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને હેપ્પી ન્યૂ યરમાં બંનેની કેમેસ્ટ્રી શાનદાર રહી હતી. નિર્દેશકના જણાવ્યા અનુસાર, બેશરમ રંગ ગીત આવનારા ઘણા વર્ષો સુધી પાર્ટીનું ગીત બની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીત સોમવારે સવારે રિલીઝ થવા જઈ રહ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker