CrimeNewsUttar Pradesh

સાસરીયામાં રહેલી પત્ની લેવા માટે બંદૂક લઈને પહોંચ્યો પતિ, પછી પતિનો થયો ખરાબ હાલ

ઉત્તરપ્રદેશની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સાસરીયાઓથી નારાજ થઈને એક મહિલા તેના પિયરે ચાલી ગઈ હતી. જ્યારે ઘણાં દિવસો બાદ મહિલા ઘરે પરત ના ફરતા તો તેને લેવા માટે કન્નોજમાં રહેનાર તેનો પતિ બંદુક લઈને તેની સાસરી અતીતગંજ પહોંચી આવ્યો હતો. સાસરીમાં પહોંચીને આ પતિએ પહેલાં લોકોને બંદુક બતાવીને ડરાવ્યાં હતા.

પતિએ તેની પત્નીને બંદુક બતાવીને જણાવ્યું હતું કે, તું સાથે આવવા તૈયાર છે કે પછી તું ગોળી ખાઈશ. ત્યાર બાદ આ પતિ બંદુક લઈને મોહલ્લામાં આંટા ફેરા મારવા લાગ્યો હતો. મોહલ્લાના લોકો તેને હાથમાં બંદુક લઈને જોઈ જતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને પતિને બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને પતિને જેલ ભેગો કરી નાખ્યો છે.

આ ઘટના એલાઉ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અતીતગંજ વિસ્તારની સામે આવી છે. એલાઉ પોલીસ સ્ટેશનના અધિકારી સુનીલ કુમાર ભારદ્વાજે કહ્યું કે, પોલીસને સૂચના સામે આવી હતી કે, એક પતિ તેની પત્નીને બળજબરી રીતે સાથ લઈ જવા ઈચ્છી રહ્યો હતો. જ્યારે પત્ની સાથે આવવા માટે તૈયાર નહોતી. જ્યારે તે બંદુક બતાવીને ધમકી આપી રહ્યો હતો. આરોપી પતિના લગ્ન બાદ જ પત્ની સાથે વિવાદ ઉભો થયો હતો. જેના કારણે તેની પત્ની પિયરમાં આવીને રહેતી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંદુક લઈને મોહલ્લામાં ફરી રહેલાં આરોપી પતિ સુશીલની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી બંદુકની સાથે કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી પતિની પૂછપરછ કરાઈ તો તેણે કહ્યું હતું કે, તે પોતાની પત્નીને અનેક વાર સાથે રહેવા માટે કહી ચૂક્યો છે, પરંતુ તેના ઘરના લોકો તેને સાસરીમાં મોકલવા માટે તૈયાર નથી. એટલે તેમને ડરાવવા માટે બંદુક લઈને હું આવ્યો હતો. ઘટના બાદ આરોપીને બંદુકના જોરે પત્ની તો ના મળી પરંતુ બંદુક રાખવાના ગુનામાં જેલમાં રહેવાનો વારો આવ્યો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker